Junagadh: ઘણી વખત એવું સાંભળવા મળતું હોય છે કે આંખમાં વેલ થઈ છે અથવા તો ઝામર થઈ છે. પરંતુ ક્યારેય એવું વિચાર્યું છે ખરા કે આ રોગ શું છે કારણ કે સામાન્ય રીતે કોઈપણ રોગ થાય તો તેના લક્ષણો હોય છે પરંતુ આંખમાં ઓછું દેખાવું અને અમુક કારણોથી અંધાપા ની નજીક પહોંચવું તે ક્યારેક મુશ્કેલી ઊભી કરી દે છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે વ્યક્તિએ આગળ વધવું અને કેવા લક્ષણો દેખાય તો તુરંત હોસ્પિટલ નો સંપર્ક કરવો તે વિશે જૂનાગઢના સિવિલ હોસ્પિટલ તબીબ કિશન મકવાણા દ્વારા માહિતી આપવામાં આવી હતી
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વેલનું ટાંકા વગરનું ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશનમાં બ્લુ મૂકી અને ઓપરેશન કરવાનું આવે છે જે એક પ્રકારનો ગુંદર છે. ટાંકા વગરના ઓપરેશનમાં દર્દીને ઘણી સગવડતા પડે છે જેમાં દર્દીને વારંવાર ટાંકા ખોલાવવા માટે જવું નથી પડતું ટાંકા પાકી જાય તેવી સમસ્યાઓ નથી થતી અને આ ટાંકા ઓગળી જાય તે પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. આમ ટાંકા વાળા ઓપરેશનમાં જે ટાંકાને લીધે ખટકો થવાનો પ્રશ્ન થતો હોય છે તે પણ થતો નથી અને સહેલાઈથી આ ટાંકા ઓગળી જવાથી દર્દીને અન્ય તકલીફો થતી નથી.
આ ઓપરેશન બાદ કાળજી રાખવી જરૂરી બને છે જેમાં પાણી ન લાગવા દેવું. આંખમાં ચેપ ન લાગે તેનું ધ્યાન રાખવું આંખને ખંજવાડવી નહીં , આંખની ઉપર પ્રેશર ન આવે તેનું ધ્યાન રાખવું પાંચ દિવસ માટે પવન ન લાગે તે માટે કાળા ચશ્મા ની પણ સલાહ આપવામાં આવે છે.
વેલની મોટાભાગની સારવાર છે તે સર્જરી પર આધારિત છે કારણ કે જો વહેલા અને સમયસર આ સારવાર કરવામાં આવે તો આંખની કીકી પર ડાઘ રહેતો નથી.
ભાવેશ ઉપાધ્યાય