નૈના સિંહ ધાકડે 10 દિવસથી ઓછા સમયમાં વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કર્યુ છે

ભારતની પ્રથમ મહિલા પર્વતારોહક નૈના સિંહ ધાકડ કે જેઓ બસ્તર ટાકરાગુડાના રહેવાસી છે. જેણે2021 નો 10 દિવસથી ઓછા સમયમાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ 8848.86 મીટર અને માઉન્ટ લાહોતસે 8516 મીટરનું શિખર સર કર્યું છે. મુશ્કેલ હવામાનને પૂર્ણ કરીને, તેણે 3 વખત વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જીત્યો છે. તેઓ હાલમાં જૂનાગઢના પ્રવાસે આવ્યા છે.

નૈના સિંહ ધાકડ એ 3 વખત વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવ્યો છે છતાં પણ આટલેથી નહિ અટકતા વિશ્વની સૌથી ઊંચી મોટરેબલ ખાર્દુલ્લામાં 6000 મીટર સાયકલ ચલાવીને, મિશન “બેટી નહીં કિસી સે કમ, બેટી સે મિલેગા દેશ કો દમ” મનાલીથી લેહ લદ્દાખ સુધી દુર્ગમ શિખરો દ્વારા, 9 દિવસમાં આખું અભિયાન કોઈપણ સમર્થન વિના કર્યું છે.

નૈના સિંહ ધાકડને  તાજેતરમાં જ 30 નવેમ્બર, 2022 ના રોજ 2021 નો જમીન હિંમત માટેનો સૌથી મોટો પુરસ્કાર  તેનઝિંગ નોર્ગે એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. સુશ્રી નૈના સિંહ ધાકડ છત્તીસગઢ રાજ્યમાં આ પ્રકારનો એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે.હાલમાં નૈના સિંહ ધાકડ જુનાગઢ ખાતે આવેલ છે અને જૂનાગઢ ખાતે ચાલી રહેલ રાષ્ટ્રિય કક્ષાની ખડક ચઢાણ શિબિરમાં જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના રોક ક્લાઈમ્બર્સને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.