જય વિરાણી, કેશોદ: ચોમાસુ આવતા અન્નદાતાઓ માટે વાવણીના ખુશખબર લાવે છે. આ ચોમાસુનું પાણી જમીનમાં સંગ્રહ કરવા માટે સરકાર દ્વારા ડેમ, તળાવ બાંધવામાં આવે છે. જેથી કરીને ચોમાસાનું પાણી જમીનમાં ઉતરેને ઉનાળુ પાક લેવામાં પાણીની તંગી ના સર્જાય. ખોરાસા ગામે નીકળતી સાબલીનદી પરના ડેમ પર એક કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પણ તે કાર્ય પૂરું ન થતા ખેડૂતો માટે સમસ્યા ઉભી થઈ હતી.
ખોરાસા સ્થિતિ સાબલીનદી પરના ડેમમાંથી કેનાલનું નિર્માણ કરાયું હતું. જે માણેકવાડા સુધી લંબાઈ છે. પરંતુ આ જગ્યા પર કામ અધુરૂં મૂકી દેવામાં આવ્યું હતું, જેથી ચોમાસાની સિઝનમાં પાણી આ કેનાલમાં થઈ ખેતરોમાં ફરી વળતું હતું. જેથી મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થતું હોય અને આ પાણીનો સદઉપયોગ થાય તે માટે 35થી વધુ ખેડૂતોએ 50 હજારનું ફંડ એકત્ર કર્યું હતું.
આ પાણી અગતરાય ગામના તળાવમાં જઈ શકે તે માટે સિમેન્ટના ભુંગળા નાખ્યા હતા. આ કામગીરીમાં રાયધનભાઈ ચાવડા, અશોકભાઈ ઓડેદરા,ભીમાભાઈ ડાંગર, ભીખુભાઈ આત્રોલીયા સહિતના ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોની આ કામગીરીથી પાકને થતું વ્યાપક નુકસાન અટકી જશે. અને આ સાથે અગતરાય ગામના તળાવમાં પાણી જશે અને જે પાણી ખેડૂતોને ઉપીયોગમાં આવશે.
આ કેનાલમાં ઝાડી-ડાખરા જોવા મળી રહ્યાં છે. તેમ છતાં તંત્ર દ્રારા સફાઈ કરવામાં આવતી ન હોવાથી આગામી દિવસોમાં આ કેનાલ જર્જરિત પણ બની શકે છે. ખેતરોમાં ફરી વળતા પાણીને લઈ ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર સાંભળતું જ ન હોવાથી ખેડૂતોએ કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો.
જૂનાગઢ: ભંડુરી ગામે સેવા સહકારી મંડળી પર લાખો રૂપિયાના ગોટાળાનો આક્ષેપ, 100થી વધુ ખેડૂતોનો હલ્લાબોલ