- બજારમાં જોવા મળ્યો ગિફ્ટનો ખજાનો
- ઓનલાઈન ખરીદી આવવાથી પહેલા જેવો ક્રેઝ નથી : વેપારી
- Valentine’s Weekને લઈ ગિફ્ટ્સ ખરીદવાનો ક્રેઝ
7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીનો સમય એટલે Valentine’s Week. આ સમયગાળા દરમિયાન લોકો પોતાના પ્રિય પાત્ર માટે અલગ અલગ પ્રકારના ગિફ્ટની ખરીદી કરતા હોય છે. જેને લઈને જૂનાગઢની બજારોમાં અલગ અલગ પ્રકારના ગિફ્ટ્સનો ખજાનો જોવા મળી રહ્યો છે. જેમાં અલગ અલગ પ્રકારના ટેડી, કપલ ફોટો ફ્રેમ, કપલ વોચ, મગ, ગિફ્ટ હેમ્પર, ચોકલેટ ગિફ્ટ સહિતની અલગ અલગ પેટર્નના ગિફ્ટસની બજારોમાં માંગ જોવા મળી રહી છે. તો બીજી તરફ ઇન્ટરનેટના જમાનામાં યુવાધન દરેક વસ્તુ ઓનલાઈન મંગાવવાનું પસંદ કરે છે. જેને લઈને ક્યારેક છેતરાય પણ જવું પડતું હોય છે. ત્યારે આજે વેલેન્ટાઇન વીકના સમયમાં ઓનલાઈન વસ્તુ જોઈ તેને મંગાવી અને ગિફ્ટ તરીકે પેકિંગ કરી અને પોતાના પ્રિય પાત્રને દેવાનું હાલમાં ચલણ જોવા મળી રહ્યું છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીનો સમય એટલે Valentine’s Week… આ સમયગાળા દરમિયાન લોકો પોતાના પ્રિય પાત્ર માટે અલગ અલગ પ્રકારના ગિફ્ટની ખરીદી કરતા હોય છે. યુવાધન પોતાના પ્રિય પાત્ર તેમજ પ્રેમી માટે તેને મનગમતી ગિફ્ટ શું આપી તે મામલે કન્ફ્યુઝનમાં હોય છે. ઇન્ટરનેટના જમાનામાં આજનું યુવા ધન દરેક વસ્તુ ઓનલાઈન મંગાવવાનું પસંદ કરે છે જેને લઈને ક્યારેક છેતરાય પણ જવું પડતું હોય છે. અનેક વખત ઓનલાઇન દેખાતી વસ્તુ હકીકતમાં તેવી મળતી પણ નથી. ત્યારે આજે વેલેન્ટાઇન વીકના સમયમાં ઓનલાઈન વસ્તુ જોઈ તેને મંગાવી અને ગિફ્ટ તરીકે પેકિંગ કરી અને પોતાના પ્રિય પાત્રને દેવાનું હાલમાં ચલણ જોવા મળી રહ્યું છે.
શું કહે છે વેપારી કેવી છે અલગ અલગ ગિફ્ટની માંગ
જે વ્યક્તિનું જેટલું બજેટ છે તે પ્રમાણે ગિફ્ટ કસ્ટમાઈઝ કરી દેવામાં આવે છે આ સાથે અલગ અલગ પ્રકારની પેટન ની માંગ વધારે છે. જેમાં અલગ અલગ પ્રકારના ટેડી , કપલ ફોટો ફ્રેમ , કપલ વોચ , મગ ( મોટા કપ) , ગિફ્ટ હેમ્પર , ચોકલેટ ગિફ્ટ સહિતની અલગ અલગ પેટર્નની માંગ છે. પોતાના પ્રિય પાત્રને આપવા માટે લોકો જેવી રીતે પોતાના ગિફ્ટ કસ્ટમાઇઝ કરાવવા માંગે છે તે રીતે દુકાનદાર દ્વારા કરી આપવામાં આવે છે. જેમાં 500થી લઈ અને 5,000 સુધીના ગિફ્ટ તૈયાર કરી આપવામાં આવે છે.
ઓનલાઇનના જમાનામાં ઓફલાઈન ખરીદી ઓછી
પહેલાના સમય કરતા અત્યારે હાલમાં ખરીદી ઓછી જોવા મળી રહી છે ઓનલાઇન ના ટ્રેન્ડ વખતે થી આ ખરીદી ઓછી થઈ રહી છે કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી તેને ગિફ્ટ પેક કરાવી અને હાલમાં પોતાના પ્રિય પાત્રને આપી રહ્યા છે. પરંતુ હકીકતમાં કોઈ પણ દુકાનદાર પાસેથી લીધેલી વસ્તુ તેમાં કોઈ પણ વખતે ફોલ્ટ આવે તો ગ્રાહક આવી કહી શકે છે પરંતુ હાલમાં ઓનલાઈન ખરીદી વચ્ચે એ ટ્રેન્ડ પણ પૂર્ણ થઈ રહ્યો છે….
વેલેન્ટાઈન ડે માં પહેલા જે બિઝનેસ મળતો હવે તેવું નથી
પહેલાના સમયમાં વેલેન્ટાઈન ડે નો જે ક્રેઝ હતો એ પ્રકારનો ક્રેઝ હવે રહ્યો નથી હાલના સમયમાં ઓનલાઈન વસ્તુ મંગાવવાનો ક્રેઝ વધારે રહ્યો છે. અમારી પાસે ઓનલાઈન લાવેલી વસ્તુ ગ્રાહકો લાવે છે ત્યારબાદ અમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય તે વસ્તુ પણ એમાં એડ કરાવે છે અને એક નવી ગિફ્ટ બનાવી અને પોતાના પ્રિય પાત્રને આપે છે. જે પહેલાંના સમયમાં દુકાનમાંથી જ પોતાના પ્રિય પાત્ર માટે ખરીદી કરવી તેઓ સમય હવે રહ્યો નથી તેવું જૂનાગઢમાં ગિફ્ટ શોપ ધરાવતા મુકેશભાઈ સંઘવીએ પોતાની વાત રજૂ કરી હતી.