- મહારાજા રીલીઝ થવા પર હાઇકોર્ટનો સ્ટે હોય હવે આકરી કાર્યવાહીની માંગ
જુનાગઢ પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના વૈષ્ણવ સંતો અને ભક્તોમાં મહારાજા ફિલ્મને લઈ રોષ, યશરાજ ફિલ્મ્સ અને ફિલ્મ સંબંધિત લોકો વિરુદ્ધ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફ.આર.આર. કરવા કરાય અરજી કરવામાં આવી છે.
મહારાજા ફિલ્મને લઈ જુનાગઢ પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના સંતો અને ભક્તોમાં રોષ ભોગુક્યો છે ત્યારે આજે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત લોકો વિરુદ્ધ ગુનો નોંધવા અરજી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે બોલીવુડ એક્ટર આમિરખાનના દીકરા જુનેદ ખાનની ફિલ્મ મહારાજાના રિલીઝ કરવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. આ ફિલ્મ 14 જૂને પ્લેટફોર્મ નેટફ્લિકસ પર રિલીઝ થવાની હતી. તે પહેલા જ આ ફિલ્મનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેને લઇ મહારાજા ફિલ્મ પર ગુજરાતમાં હંગામી ધોરણે મુકવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર પૃષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવ સંતો અને ભક્તો દ્વારા મહારાજા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈ આજે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી હતી.
આ મામલે સનાતન ધર્મના આચાર્ય અને રઘુનાથજી દીક્ષિતે જણાવ્યું હતું કે સનાતન ધર્મની આસ્થા પર ફિલ્મ બનાવીને અને પુસ્તક દ્વારા એક પ્રહાર કરવામાં આવ્યો છે. પિક્ચર બનાવીને પ્રહાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેના કારણે અમારે ફરિયાદ કરવાની ફરજ પડી છે.આ ફરિયાદમાં મહારાજા પુસ્તક લખનાર સૌરભ શાહ, પુસ્તક પ્રકાશિત કરનાર પ્રકાશન હાઉસ, તેમજ યશરાજ ફિલ્મ અને આમિર ખાન તેમજ જુનેદખાન વિરુદ્ધ અમે ફરિયાદ કરવા અહીં ઉપસ્થિત થયા છીએ. કારણ કે આ પુસ્તકની અંદર હિન્દુ સંતો ,ધર્મગુરુ, હિન્દુ ધર્મની બહેનો ,સ્ત્રીઓ સઅને સૌથી વધારે હિન્દુ ધર્મના પરમ આરાધ્યાય એવા ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. ધર્મગ્રંથોને ખરાબ ગણવામાં આવ્યા છે. અમને ન્યાયતંત્રમાં પૂરતો વિશ્વાસ છે કે તેની યોગ્ય નોંધ લેવાશે અને જો નોંધ ન લેવાય તો આત્મવિલોપન સુધીના જલદ કાર્યકમો કલેકટર કચેરી ખાતે કરવા તૈયાર છીએ.
આ મામલે વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત જીગ્નેશ પંડ્યા એ જણાવ્યું હતું કે વારંવાર હિન્દુ ધર્મ ઉપર આ રીતે એટેક કરવામાં આવે છે. પુસ્તક પરથી ફિલ્મ બનાવનાર લોકોએ પહેલા તો હિન્દુ ધર્મ શું છે તેના વિશે ખબર હોવી જોઈએ અને ત્યારબાદ જ આ ફિલ્મના વિષય પર જવું જોઈએ. માત્ર પબ્લિક સ્ટન્ટ અને ફિલ્મ હિટ કરવા માટે કરવા માટે આવા વિવાદ ઉભા કરવામાં આવે આવા લોકો દ્વારા માત્ર હિન્દુ ધર્મ પર જ ફિલ્મો બનાવી કીચડ ઉછાળવામાં આવે છે. આ મામલે જૂનાગઢમાં ઉગ્ર આંદોલન ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મને હાઇકોર્ટ દ્વારા તે આપવામાં આવ્યો છે અને આવનાર સમયમાં આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. કારણ કે આ ફિલ્મ એ સનાતન ધર્મ અને શ્રીકૃષ્ણ પર એટેક કર્યા સમાન વાત છે.