સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજીત અંડર 19 ઇન્ટર ડીસ્ટ્રીક ટુર્નામેન્ટમાં જૂનાગઢ સીટી અંડર -19 ટીમનો કચ્છ ભૂજ સામે 6 વિકેટ સાથે ઐતિહાસિક વિજય થયો છે. જૂનાગઢના ઇતિહાસમા જૂનાગઢની અંડર 19 ટીમ એ સૌ પ્રથમ વખત સેમી ફાઇનલમા પ્રવેશ કર્યો છે. જે બદલ જૂનાગઢ ક્રિકેટ એસો.ના પ્રમુખ સહિતના ક્રિકેટ પ્રેમીઓએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.
જુનાગઢ અંડર 19 ક્રિકેટ ટીમના કેપ્ટન હરદેવ બાબરીયાએ ખંઢેરી સ્ટેડિયમ રાજકોટ ખાતે ટોસ જીતી, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં કચ્છ-ભૂજ પ્રથમ દાવ લેતા 9 વિકેટે 311 રન કર્યા હતા. જેમાં જૂનાગઢ સીટી તરફથી નવાઝખાન પઠાણ એ મહત્વની 5 વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં જૂનાગઢ સીટી આ સ્કોર 48.4 ઓવરમા ચેસ કરી 6 વિકેટએ જીત મેળવી હતી. જેમાં હરદેવ બાબરીયા 61 રન, રિધમ નકુમ 79 રન, પરિન શાહ અણનમ 70, નવાઝ પઠાણ 56 રન કરી જૂનાગઢને 6 વિકેટે જીત અપાવી હતી. જૂનાગઢના ઇતિહાસમા જૂનાગઢની અંડર 19 ટીમ એ સૌ પ્રથમ વખત સેમી ફાઇનલ મા પ્રવેશ કર્યો છે. જે બદલ જૂનાગઢ ક્રિકેટ એસો.ના પ્રમુખ પાર્થ કોટેચા, સેક્રેટરી પાર્થ ધુલેસિયા અને અર્જુન રાડાએ જૂનાગઢની ટીમ અને કોચ ભરતભાઈ બઢને અભિનંદન પાઠવ્યા હતા.