આરોપી પતિએ પત્નીને ઘરે પરત લઈ જવા કૃત્યને અંજામ આપ્યાની કબુલાત
જૂનાગઢના જોશીપરામાં ખુલી બારી માંથી જવનાલશીલ પદાર્થ ફેંકી ઘરમાં આગ લગાડી નાસી જનાર બે શખ્સોને જુનાગઢ એલસીબી એ પોરબંદર જઈને ઝડપી લીધા હતા. જેમાંનો એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હોય જેને તેના વાલી વારસને સોંપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય શખ્સ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલમાં રાજકોટ યુનીવર્સીટી રોડ ઈંદીરા સર્કલની બાજુમા જલારામ નગર-2માં રહેતા ખુશ્બુબેન બીપીંનભાઈ ધીરુભાઈ સોલંકી (ઉ.વ.23) જૂનાગઢમાં આદીત્યનગર શાક માર્કેટ પાસે, જોશીપરા ખાતે રહેતા પોતાના મમ્મીને ત્યાં રાત્રિના સમયે ઘરમા સુતા હોય, તે દરમ્યાન ઘરના રૂમની ખુલ્લી બારી મારફત કોઈ અજાણ્યા ઈશમોએ આવી, ફરીયાદી બેનને ઈજા પંહોચાડવા, દઝાડી દેવા માટે બારી માથી જ્વલનશીલ પ્રવાહી તથા સળગતુ કપડુ ફેંકી, અજાણ્યા આરોપીઓ મોટર સાઈકલ લઈને આવી ગુનો કરી નાસી ગયા હોવાની ઘટના જુનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
જે બનાવવા અંગે જુનાગઢ રેન્જ ડી.આઇ.જી. મયંકસિંહ ચાવડા, ડી.એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જુનાગઢ એલસીબી એ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન એલસીબી.ને બાદમી મળી હતી કે, ફરિયાદી ખુશ્બુબેનના બહેન ખુશી પોરબંદર સાસરે હોય, અને ખુશીબેન તેના માવતર એ રિસામણે આવેલા હોય તથા ખુશીબેનનો પતિ કૃણાલ તેની પત્ની ખુશીને તેડી જવા મનાવતો હોય, પરંતુ ખુશી તેમના પતિ સાથે જવા રાજી ન હોય, જેથી પોરબંદર રહેતા ખુશીના પતિ કૃણાલ જયંતીભાઈ સોલંકી એ એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને સાથે રાખી ગુનાને અંજામ આપ્યો છે.
જુનાગઢ એલસીબી ને મળેલી બાતમી બાદ એલસીબી. પીઆઇ. જે.એચ. સિંધવ, ઇન્ચાર્જ પીઆઇ. એ.એમ. ગોહિલ, પી.એસ.આઇ. જે.જે. ગઢવી, બી.કે. ઝાલા અને સ્ટાફે તુંરત પોરબંદર જઈ કૃણાલ જયંતીભાઈ સોલંકી તથા અન્ય એક શખ્સને ઝડપી લીધા હતા. અને એલસીબીની પૂછપરછમાં કૃણાલ સોલંકી એ ગુનાની કબુલાત કરતા, જુનાગઢ એલ.સી.બી. એ કૃણાલ સોલંકીને કાયદેસરની વધુ કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો,