બન્ને પક્ષે મળી છ શખ્સો સામે નોંધાતો ગુનો
જૂનાગઢના ઘાચી પટમાં અગાઉની ચૂંટણીના મનદ:ુખમાં બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી જવા પામી હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢના ઘાંચીપટમાં રહેતા સબીરભાઈ કાસમભાઇ અમરેલીયા અગાવની ચુટણીમા કાર્યાકરતા તરીકે કામ કરતા હોય ત્યારે તેમને ઈરફાનભાઈ હુસેનભાઈ ભટી સાથે બોલાચાલી થયેલી હોય તેનો ખાર રાખી, ઈરફાનભાઈ ભટી, રીજવાન ભટી અને ઈરફાનનો ભાણેજ ફેસલએ સબીરભાઈ તથા તેમના દિકરા આમીર તથા ભાઈ યુનીશને પ્લાસ્ટીકના પાઈપ વડે મુઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સબીરભાઈ કાસમભાઇ અમરેલીયા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે ઈરફાન હુસેનભાઇ ભટ્ટી એ સબીરભાઈ અમરેલીયા, આમીરભાઈ સબીરભાઈ અમરેલીયા તથા યુનીશભાઈ અમરેલીયા સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદી ઇરફાનભાઈ અગાવ ચુટણીમા કાર્યાકરતા તરીકે કામ કરતા હોય ત્યારે આ કામના આરોપીઓએ ઇરફાનભાઈનાભાઈ રિસવાન તથા ભાણેજ ફેશલ તથા તેના ભાગીદાર એહમદ સાથે બોલા ચાલી કરી લાકડી તથા પાઈપના બટકા વડે ફરી તથા સાહેદોને મારમારી ઈજાઓ કરી હતી.