જૂનાગઢના ઉપર કોટ કીલ્લામાં આટો ફેરા કરવા ન જવા દેનાર સિક્યુરિટી ઓફિસર ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ કરી મોટર સાયકલને પણ નુકસાન પહોંચાડયાની એક ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.
જૂનાગઢના ઉપરકોટ કિલ્લા ખાતે હાલ રિનોવેશનનુ કામ ચાલું છે જેથી કિલ્લામા કોઇને પ્રવેશ કરવાની મનાઇ હોય જેથી જુનાગઢ ઉપરકોટ કિલ્લામા સીક્યુરીટી ઓફીસર તરીકે પ્રાઈવેટ નોકરી કરતા દિલીપભાઈ રણછોડભાઈ ગોરફાડ એ ઉપરકોટ કિલ્લામા અગાઉ અવાર નવાર ફરવા આવતા વિશાલગીરી હરેશગીરી ગૌસ્વામી, પ્રતિક અગ્રાવત અને એક ભુરો છોકરો જેને તેઓ ઓળખે છે તે કિલ્લામા પ્રવેશતા હતા ત્યારે રોકેલ હતા, જેનુ મનદુખ રાખી, સીક્યુરીટી ઓફીસર દિલીપભાઈ પોતાની મો.સા. લઇને જતા હતા તે વખતે આ કામના ત્રણેય આરોપીઓએ રોકી, મારી નાખવાના ઇરાદે લોખંડના પાઈપ વડે હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઇજાઓ તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી, મો.સા.મા લોખંડના પાઈપ મારી નુક્શાન પહોચાડયું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.