જુનાગઢ: ટોબેકો ફ્રી યુથ 2.0 અંતર્ગત GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી જે પી નડા દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવ્યુ હતું.તમાકુના વ્યસનથી હૃદય રોગ, ફેફસાની બીમારી, મોઢાનું કેન્સર તથા અન્ય 20 જેટલા વિવિધ કેન્સર તથા રોગ લોકોમાં થાય છે.GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ડેન્ટલ ઓપીડી વિભાગ રૂમ નંબર 201 બીજા માળે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ટોબેકો ફ્રી યુથ 2.0 અંતર્ગત GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર નું લોકાર્પણ આરોગ્ય મંત્રી શ્રી જે પી નડા સાહેબ દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવેલ હતું. તેમજ તમાકુના વ્યસનથી હૃદય રોગ, ફેફસાની બીમારી, મોઢાનું કેન્સર તથા અન્ય 20 જેટલા વિવિધ કેન્સર તથા રોગ લોકોમાં થાય છે. ત્યારે GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ડેન્ટલ ઓપીડી વિભાગ રૂમ નંબર 201 બીજા માળે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્ય્તું હતું.
આ તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રમાં સાયકોલોજિસ્ટ, મનોચિકિત્સક ડોક્ટર, કમ્યુનિટી મેડિસિન વિભાગના તજજ્ઞ ડોક્ટર, મેડિકલ સોશિયલ વર્કર સેવાઓ આપશે. તેમજ તમાકુના વ્યસનથી મુક્ત થવા માંગતા લોકોને કાઉન્સિલિંગ કરી જરૂર પડે જરૂરી દવાઓ પણ વિનામૂલ્ય અત્રે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રમાં આપવામાં આવશે. આ સાથે તમાકુનું વ્યસન ધરાવતા લોકોને વ્યસનમાંથી મુક્ત થવા માટે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર દ્વારા પૂરેપૂરો સહકાર અને સહયોગ આપવામાં આવશે. તથા જે લોકો તમાકુના વ્યસનથી મુક્ત થાય છે તેઓનું અભિવાદન કરી તેઓને રોલ મોડલ તરીકે અન્ય વ્યક્તિઓને તમાકુના વ્યસનથી મુક્ત થવામાં તેઓની મદદ લેવામાં આવશે.
આ સાથે વિવિધ સમાજના અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ, વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, તથા શાળા કોલેજોના આચાર્યઓ તથા શિક્ષક ગણ તથા સમાજના તમામ પ્રતિનિધિઓને સમાજને તમાકુના વ્યસનથી મુક્ત કરવા માટે વ્યસન મુક્તિની કામગીરીને ઝુંબેશ તથા ચળવળના રૂપે ચલાવવા માટે અપીલ કરવામાં આવે હતી. તેમજ તમાકુના વ્યસન મુક્ત સમાજ, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર અને સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણમાં તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે.
ચિરાગ રાજ્યગુરુ