- જૂનાગઢમાં એમ.જી રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની બેંકના લોકરમાંથી 13.94 લાખના સોના ચાંદીના દાગીનાની થઈ ચોરી
- ફરિયાદીની ખોટી ઓળખ આપી કર્મચારીને વિશ્વાસમાં લઈ ચોર સામે ખાતાધારકે ફરિયાદ નોંધાવતા CCTVના આધારે પોલીસે હાથ ધરી તપાસ
- બેંક ઓફ બરોડાની શાખાના લોકર માંથી સોના ચાંદીના દાગીનાની ચોરી
- 13.94 લાખના સોના ચાંદીના દાગીનાની થઇ ચોરી
- પોલીસ તપાસનો ધમધમાટ શરુ
Junagadh : એમ.જી રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની શાખાના લોકર માંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ 13.94 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી છે. જેમાં બેન્ક કર્મચારીને વિશ્વાસમાં લઈ અજાણ્યા શખ્સે ફરિયાદી હિમાંશુ ત્રિવેદી નામના ખાતાધારકની ખોટી ઓળખ બતાવી બેંક લોકર ખોલ્યાનો ઉલ્લેખ કરાયો છે. જે બાબતે ફરિયાદ નોંધવતા સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જુનગઢમાં એમ.જી રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની ઘટના સામે આવી છે. હવે બેંકના લોકર પણ સલામત નથી. તેમજ જૂનાગઢમાં બેંકના લોકરમાંથી સોના ચાંદીના દાગીના ગાયબ થયું હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન 13.94 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. બેન્ક કર્મચારીને વિશ્વાસમાં લઈ અજાણ્યા શખ્સે બેંક લોકર ખોલ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીની ખોટી ઓળખ ધારણ કરી દાગીનાની ચોરી કરવામાં આવી છે. હિમાંશુ ત્રિવેદી નામના ખાતાધારકે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
અહેવાલ: ચિરાગ રાજ્યગુરુ