જુનાગઢ અસામાજીક પ્રવૃતિ ફુલીફાલી છે. સજજન અને સીધા માણસોને જીવવું દુષ્કર બન્યું છે. પોલીસની નીતી રીતીથી અસામાજીક તત્વો બેફામ બન્યા છે. જુનાગઢના સુખનાથ ચોકમાં ભાડે આપેલી દુકાનમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોય દુકાનને વધુ ભાડે આપવાની ના પાડતા વૃઘ્ધને છરીના ઘા ઝીંકાતા શહેરભરમાં ચકચાર વ્યાપી જવા પામી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જુનાગઢના લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ગોપાલભાઇ હોતચંદ ભોજવાણી (ઉ.વ.૬૦) નીદુકાન સુખનાથ ચોકની નજીક આવેલી છે. વૃઘ્ધે સરફરાજ ઉર્ફે ડાબરોને દુકાન ભાડે આપી હતી. બાદ સરફરાજ રૂ ૩૦૦૦૦ આપવા માટે આવ્યો હતો.
ત્યારે દુકાન ભાડે આપવાની ફરી વાત કરી હતી. પરંતુ વૃઘ્ધે કહ્યું કે દુકાનમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોય દુકાન ભાડે આપવી નથી દુકાન ભાડે આપવાની ના પાડતા સરફરાજે વૃઘ્ધને ડાબા હાથે અને ખંભા ઉપર છરીના ઘા માર્યા હતા અને ઇજા પહોચાડી હતી આ અંગે એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની તપાસ પીએસઆઇ એમ.કે. ઓડેદરા કરી રહ્યા છે.