અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જામનગર પંથકમાં મોડસ ઓપરેન્ડીથી યુવાનોને છેતર્યા
જૂનાગઢ પોલીસે પકડેલી લુટેરી દુલ્હન ગેંગ આંતર રાજ્ય ઠગ ટોળકી નીકળી, 18 જેટલા લગ્ન લચ્છુક લાડાઓને છેતર્યા હોવાની સાથે પોલીસમાં ઓળખાણ ખોટા પુરાવા રજૂ કર્યા હોવાનો પર્દાફાશ થવા પામ્યો છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સાગરકા તથા સ્ટાફની ટીમ દ્વારા જૂનાગઢ તાલુકાના આંબલિયા ગામના વતની અને ખેતીકામ કરતા લગ્નવાંછું યુવાન સતિષભાઈ સવજીભાઈ પટોળીયાની ફરિયાદ આધારે ખોટા નામ આપી, ખોટા પુરાવાઓ આપી, ગુન્હાહિત કાવતરું રચી, લગ્ન કરવાના બહાને છેતરપિંડી કરવા અંગે ગુન્હો નોંધી, આરોપીઓ હંસાબેન ઉર્ફે ધનુબેન ઉર્ફે નેહાબેન પ્રકાશસીહ વાઘેલા (ઉવ 50), અંજલીબેન ઉર્ફે ભગવતીબેન ઉર્ફે ભાગ્યવતી ઉર્ફે ચકો પ્રકાશસીહ વાઘેલા (ઉવ 21) અનીરુધ્ધસીહ ઉર્ફે મુન્નાભાઇ ખુમાનસીહ ગોહીલ (ઉવ. 40, રહે. ઉખરલાગામ, જી. ભાવનગર), તથા જૂનાગઢના ભરતભાઇ ગીરઘરભાઇ મહેતા (ઉ.વ. 52) તથા અરુણાબેન ભરતભાઇ મહેતા (ઉ.વ. 54, રહે. રાજકોટ, પોપટપરા રામદેવ મંદીર પાછળ), ની ધરપકડ કરી, દિન 5 ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી, અમદાવાદ તથા ભાવનગર ખાતે તપાસ કરવામાં આવતા, લગ્ન કરવામાં આવેલ છોકરી મૂળ આંધ્રપ્રદેશની રહેવાસી હોવાની, અને આરોપી દ્વારા ખોટા પુરાવાઓ મેળવેલ હોવાની તેમજ આ ગેંગ દ્વારા કુલ 18 જેટલી વ્યક્તિઓ સાથે લગ્ન કરી, છેતરપિંડી કરી આંતર રાજ્યમાં ગુન્હાઓ આચરેલ હોવાની વિગતોનો જૂનાગઢ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઇ એસ.એન.સાગરકા સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા તેમજ અમદાવાદ અને ભાવનગર ખાતે તપાસ લંબાવતા, આરોપી ભરતભાઇ રાજગોર, તેના પત્ની તથા મુન્ના ઉર્ફે અનિરુદ્ધ ગોહિલ એજન્ટ છે, જ્યારે આરોપી હંસાબેન વાઘેલા મુખ્ય સૂત્રધાર હોઈ, પોતાની દીકરી સાથે લગ્નવાંછું યુવાનોને લગ્ન કરાવી, દીકરીને પિયરમાં આંટો મારવાના બહાને ઘરે લઈ આવી, છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. અને પકડાયેલ આરોપીઓએ આ મોડસ ઓપરેન્ડીથી રાજસ્થાનમા વીક્કી નામના છોકરા સાથે, બરોડામા જગદીશ પ્રજાપતી નામના માણસ સાથે, અમદાવાદ સુભાષબ્રીજ પાસે રહેતા ચીરાગ પ્રજાપતી સાથે, ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રાકેશ પટેલ નામના માણસ સાથે, રાજસ્થાનમા દીબાવાસમા રહેતા પપસા રાજપુત સાથે, સુરતમા ભાવેશ બ્રાહ્મણ સાથે, અમદાવાદમા અરવીંદભાઇના ભાઇના છોકરા સાથે જેનુ નામ યાદ નથી તેની સાથે, અમદાવાદમા ગણપતી નામથી ઓળખાતા છોકરા સાથે, રાજકોટ પાસે ધુવા મા રહેતા સુરેશભાઇ વરશરામભાઇ પરશુરામ સાથે, રાજકોટ ગ્રીંનલેન્ડ ચોકડી પાસે ભાવેશ નામના છોકરા સાથે, ભાવનગર પાસે દેવગણાગામમા હર્ષદ બ્રાહ્મણ સાથે, રાજકોટ તાલુકાના સરધારના અર્જુન નામના છોકરા સાથે, મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે રોનક નામના છોકરા સાથે, એમ પી. ના ઉબલીમા નીતેશ મારવાડી નામના છોકરા સાથે, જામનગર જિલ્લાના લાલપુર ગામે જયશુખ આહીર નામના છોકરા સાથે, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ગામે વિશાલ સચદેવ લોહાણા સાથે, જેતપુર ખાતે કુલદીપ યોગેશભાઇ બ્રાહ્મણ સાથે તથા આંબલીયા ગામે રહેતા સતીષ પટેલ જેવા લગ્નવાંછુ યુવાનોને છેતર્યા હોવાની સહિતના કુલ 18 ગુન્હાઓની કબૂલાત કરવામાં આવેલ છે.