- જૂનાગઢમાં ઘણા વિકાસ કામો બાકી છે તેનું અમને પણ દુ:ખ છે, સરકારમાં યોગ્ય રજૂઆત પહોંચે તે માટે કાર્યકરોને સજાગ રહેવા કરી હિમાયત
જૂનાગઢમાં ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ભાજપ કાર્યકરો સાથે બેઠક કરવામાં આવી હતી જેમાં જિલ્લા અને મહાનગરના કાર્યકર્તાઓ સાથે ચૂંટણીની રણનીતિ અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી….
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોને સીએમ ભુપેન્દ્ર પટેલે સંબોધ્યું હતું અને પોતાના ભાષણમાં તેઓએ જણાવ્યું હતું કે ઘણા કામો થયા નથી તેનું અમને પણ દુ:ખ છે અને દુ:ખ હોય એ સ્વાભાવિક છે ઘણા કામો અમારા સુધી સરખી રીતે પહોંચતા જ નથી અને તમામ કામ ગાંધીનગર થી થાય છે તે પણ માની લેવાનું કોઈ કારણ નથી…
વધુમાં તેઓએ હોકળા ઉપરના દબાણ નો મુદ્દો છેડ્યો હતો અને હોકળાનું કામ ચાલુ જ છે તેવી હરીયાધારણા આપી હતી .ચોમાસાની દુર્ઘટના બાદ ત્રીજી વખત જુનાગઢ આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શહેરીજોને વધુ એકવાર આશ્વાસન આપ્યું છે અને ચૂંટણીને લઈને કાર્યકર્તાઓને મન દુ:ખ ભૂલી કામે લાગી જવા સૂચન કર્યું હતું….
મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે સારા લોકોની સારી ભાષામાં જ વાત થાય ઘણા વિકાસ કામો થયા છે અને હજુ ઘણા કરવાના બાકી છે ત્યારે જુનાગઢ હજુ બાળક કહી શકાય અને તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જો કોઈ અવગણના થાય તો મારી પાસે આવી જજો અને આ પ્રસંગે તેમણે માલધારીઓના આંદોલનની પણ નોંધ લીધી હતી ઉપરાંત ગુણવત્તા યુક્ત વિકાસ કામો કરવા જોઈએ કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવી છે તેમ જ રસ્તા વારંવાર તોડવા પડે અથવા તૂટી જાય છે તેવી પરિસ્થિતિને અયોગ્ય ગણવામાં આવી છે….
જુનાગઢ આવેલા મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને લોકસભામાં રાજેશભાઈ ચુડાસમા ને જંગી બહુમતીથી જીતાડવા માટેની હાકલ પણ કરી હતી