પોલીસે અપહરણની શંકાએ  તપાસ હાથ ધરી

જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલા મનન નામના સગીરના અપહરણની શંકા સાથે પોલીસ તપાસ કરી રહી છે. તો બીજી બાજુ પરિવાર તથા બ્રહ્મ સમાજ સહિત વિવિધ જ્ઞાતિ અગ્રણીઓ અને જુનાગઢ વાસીઓ દ્વારા આ સગીરનની શોધખોળ જારી રખાય છે.

જૂનાગઢના જલારામ સોસાયટી પાછળ આવેલા રીધી ટાવરમાં રહેતા અને ખાનગી શાળાનું સંચાલન કરતા દિપેશભાઈ દિનેશભાઈ જોશીનો 15 વર્ષીય પુત્ર મનન ગત તા. 9 જુલાઈ 2022 ના રોજ ગુમ થયો હોવાની અને તેનું અપહરણ થયાની આશંકા સાથે સગીરાના પિતા દ્વારા જૂનાગઢ બી ડિવિઝન પોલીસને વિગતો આપવામાં આવી છે. જે અનુસંધાને જુનાગઢ પોલીસે આ સગીરના અપહરણની આશંકા સાથે શોધખોળ જારી કરી છે.

દરમિયાન ગુમ થયેલ સગીરના મોબાઇલનું લોકેશન શહીદ પાર્ક પાછળ તળાવ તરફ જતા રસ્તા પરનું મળતા જૂનાગઢ મનપાની ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા નરસિંહ મહેતા તળાવમાં કલાકો સુધી તપાસ હાથ ધરાઈ હતી અને આખા તળાવમાં શોધખોળ કર્યા બાદ સદ્નસીબે આ તળાવમાંથી બાળકનો પતો લાગ્યો નથી.

 આ અંગે ગુમ થયેલા સગીર મનનના પિતા દિપેશભાઈ જોશીના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર મનન તા. 9 જુલાઈના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં “હું બીજા છોકરા સાથે રમવા જાવ છું” તેમ કહીને ગયા બાદ રાત્રે 11 વાગ્યા સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો દ્વારા તેમના પુત્રની શોધખોળ શરૂ થઈ હતી. ત્યારે સિક્યુરિટીને પૂછતા રાત્રિના 9:30 વાગ્યે મનન લાલ રંગની સાઇકલ સાથે બહાર નીકળ્યાનો અને પાછો ન આવ્યાનું જણાવ્યું હતું. જેથી મનનના પિતા દિપેશભાઈ તથા પરિવારજનો અને મિત્રો દ્વારા મનનની શોધખોળ આદરી હતી. પરંતુ મનનનો ક્યાંય પતો લાગ્યો ન હતો. તે સાથે તેનો મોબાઇલ ફોન ચાલુ હતો, પણ તે રિસીવ થતો ન હતો  જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

           આ દરમિયાન પોતાનો સગીર વયનો પુત્ર મનન હેમખેમ પરત મળે તેવી આશા સાથે દીપેશભાઈ દિનેશભાઈ જોશીએ જુનાગઢ બી ડિવિઝન પોલીસમાં અપહરણ થયાની આશંકા સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તથા પોતાના પુત્રના ફોટા સાથેની વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી, આથી આ મામલો હાલ ટોક ઓફ ધી મહાનગર બન્યો છે. બીજી બાજુ જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોશી, કાર્તિક ઠાકર, પ્રમુખ વિશાલ જોશી, મહામંત્રી પીસી. ભટ્ટ સહિતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા સોશિયલ મીડિયામાં મનનના ફોટા સાથે મનની ભાડ મળે તો જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે. અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પરિવારની સાથે રહી મનનની શોધખોળ જારી રાખી છે.

શનિવાર રાતથી લાપતા થયેલ તરુણ મનન જોશી નો મૃતદેહ નરસિંહ સરોવરમાંથી મળ્યોપીએમ ની તજવીજ હાથ ધરાઈ.એકના એક પુત્ર ના નિધન ને પગલે પરિવારજનો અને બ્રહ્મ સમાજ માં શોક નું મોજુ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.