પોલીસે જ ઢોર માર મારીને પૈસા પડાવી લીધા હોવાનું આરોપીના પિતાનું રટણ
જુનાગઢ ગઇકાલે તા.૨૭ના રોજ ૧૦ થી ૧૨ વાગ્યાના સુમાર સુધી કિશનભાઇ રાજેશભાઇ ત્રાંબડીયા (ઉ.વ.ર૦) જેઓ ચોબારી રોડ પર આવેલ વિનાયકહાઇટની બાજુમાં મનાલી-ર ત્રિણલેક્ષમાં પોતાના ઘરે હતા ત્યારે આરોપી નદીમ મીરએ તેમના જ ઘરમાં તેને ગોંધી રાખી મોબાઇલ ફોનમાં પર તેમજ રોકડા રૂ છ હજાર પડાવી લીધાની ફરીયાદ પોલીસને આપી હતી.
આરોપીને પકડી કોર્ટ સમક્ષ રીમાન્ડની માંગ સાથે રજુ કર્યો હતો. જયાં કોર્ટમાં મેજીસ્ટ્રેટ સામે યુવક અને તેના િ૫તા એ પોલીસે આ કેસ અદાવતમાં ઉભો કર્યો હોય યુવકને ઢોર માર માર્યાની સાથે ખીસ્સામાં પડેલ ૫૮૦૦૦ ની મતામાંથી ૫૦૦૦૦ ની રકમ પણ કાગળ ઉપર ન લીધી હોવાનો સણસણતો આક્ષેપ કરતા વાતાવરણમાં તંગદીલી છવાઇ હતી.
આ અંગે વિસ્તૃત વિગત અનુસાર જુનાગઢ ચોબારી રોડ પર વિનાયક હાઇટસ પાસે આવેલ મનાલી-ર માં રહેતા કિરાને પોલીસને એવી ફરીયાદ કરી હતી કે નદીમ મુના મીરે તેને પોતાના જ મકાનમાં ગોધી રાખી ૬૦૦૦ ની રોકડ તેમજ મોબાઇલની લુંટ ચલાવી હોવાનો આક્ષેપ નદીમ સામે કર્યો હતો. આ ગુનામાં ઉપરોકત જણાવેલ કલમો અનુસાર આરોપીની ધરપકડ કરી રીમાન્ડ માટે કોર્ટમાં રજુ રતા આરોપી
તેમજ તેમના પિતાએ પોલીસ અગાઉ વાહનના કરેલ ખોટા કેસમાં અધિકારી તેમજ જજનો ઠપકા વાળી વાતનો ખાર રાખી ઢોર માર મારી ખીસ્સામાં પડેલ ૫૮૦૦૦ ની રકમ માંથી ૫૦૦૦૦ ઓળવી ગયાનો આક્ષેપ જજ સામે જ કરતા ઘડીભર માટે વાતાવરણ તંગ થઇ જવા પામ્યું હતું.
કોર્ટ આરોપીની હાલત જોઇ રીમાન્ડ ના મંજુર કરી આરોપીને જેલ હવાલે કર્યા હતા તેમજ જેલમાંથી આરોપી ને હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવશે તેવી વાત સાથે યુવક નદીમ મીરના પિતા મુના મીરે પોલીસ સામે ગંભીર ગણી શકાય તેવા આક્ષેપો કરી આની સચોટ અને તટસ્થ તપાસ થાય તેમજ બી ડીવીઝનમાં ફરજ બજાવતાં અલ્તાફ ભાઇ તેમજ નિકુંજભાઇ તેમજ અન્ય પાંચ પોલીસકર્મીઓ સામે આ મામલે કાર્યવાહી થાય.
તેવી માંગણી કરી હતી પોતે આર્થીક સધર હોય લુંટફાટ કે અન્ય કોઇ ગુનાહિત પ્રવૃતિની જરુર ન હોય અગાઉ પોલીસે વાહનના કરેલ કેસમાં ખોટી રીતે થયો હોવાથી પોલીને ધોબી પછાડ મળેલ હોય અધિકારીઓ તરફથી આ બાબતે મળેલ ઠપકાનો ખાર રાખી ખોટી રીતે પોતાના પુત્રોનો સંડોવતા હોય ખીસ્સામાં પડેલ મુદામાલ માંથી પણ ૫૦૦૦૦ રૂપિયા પોલીસે કાઢી લીધાના આક્ષેપનું રટણ તેમજ ન્યાય માટે ગૃહ મંત્રાલય અને હાઇકોર્ટ સુધી જવાની તૈયારી કરતા હોય આ મામલે સ્થાનીક તપાસની માંગ કરી હતી.