- ઉદઘાટન સમારોહમાં સાસંદ , ધારાસભ્ય, કલેક્ટર, જીલ્લાભાજપ પ્રમુખ, મહેશબાપુ, જય વસાવડા સહીતના લોકો ઉપસ્થિતી..
- વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ દ્રારા અલગ અલગ કલાકૃતીઓ રજૂ કરાઈ
જુનાગઢ: ગીર સોમનાથ જીલ્લાના તાલાલાના ઘુસીયા ગીરમાં આવેલ અમર શહીદ ડી.એમ.બારડ સંકુલ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્રારા છઠા યુવા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને સાસંદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહીતના લોકોએ લીલીઝંડી આપી હતી.
આ નાગે વિગતે વાત કરીએ તો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ અમર શહીદ શ્રી ડી.એમ. બારડ આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ઘુસિયા(ગિર)નાસંયુક્ત ઉપક્રમે આજ થી બે દિવસીય યુવક મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવનું આયોજન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા યુવક-યુવતીઓમાં રહેલ કળા, કૌશલ્ય અને સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર વિકાસમાં જોડવાના કેન્દ્રવર્તી વિચાર ઉપર કરવામાં આવ્યું છે.
ત્યારે આજ થી પ્રારંભ કરવામાં આવેલા યુવક મહોત્સવને સાસંદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ તેમજ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે જૂનાગઢ ભુતનાથ મહાદેવના મહંત મહેશગીરી બાપુ આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ પ્રસિદ્ધ કટારલેખક જય વસાવડા અને સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો .(ડો.) રમાશંકર દુબે, સાંસદ રાજેશ ચુડાસમા, ડી.એમ બારડના સંકુલના સંચાલક શૈલેષ બારડ, તાલાળા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીઈ બારડના, ગીર સોમનાથ જિલ્લા કલેકટર ડી.ડી. જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.( ડો.) ચેતન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાઇ રહેલા અવસર 2024 કાર્યક્રમની વિવિધ સ્પર્ધાઓમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની કલાકૌશલને રજૂ કરી હતી જેમાં સાહિત્ય વિભાગમાં વકૃત્વ સ્પર્ધા, સમૂહ ચર્ચા અને પ્રશ્નપંચ યોજાયો હતો. તેમજ લલિત કલા અને સર્જનાત્મક વિભાગમાં તત્કાળ ચિત્રકળા, રંગોળી, કાર્ટુંનિંગ, કોલાજ , કલે મોડેલિંગ, પોસ્ટર મેકિંગ, તત્કાળ છબીકલા, મહેન્દી અને નાટ્ય વિભાગમા એકાંકી, લઘુ નાટક, મુક અભિનય અને મિમિક્રી તેવી જ રીતે સંગીત વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત( સ્વરવાદ્ય અને તાલવાદ્ય), પશ્ચિમની વાદ્ય સંગીત, હળવું કંઠ્ય સંગીત, પશ્ચિમી કંઠ્ય સંગીત, સમૂહ ગીત(ભારતીય અને પશ્ચિમી) ભજન, દોહા-છંદ, લોકગીત અને નરસિંહ મહેતાના પદ ગાન સાથે . નૃત્ય સ્પર્ધાની વાત કરીએ તો પ્રાચીન રાસ, લોક નૃત્ય, આદિવાસી નૃત્ય અને શાસ્ત્રી નૃત્ય સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ સાથે કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓ દ્વારા ભારતિય સંસ્કૃતિને અનુરૂપ ટેબ્લૉનું નિર્માણ કરી કલાયાત્રા દ્વારા જાગૃતિ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પ્રો. બલરામ ચાવડાએ કર્યું હતું.