- સકરબાગ ઝુ તંત્ર દ્વારા પશુ ,પ્રાણી અને પક્ષીઓને ઠંડીથી બચાવવા અલગ અલગ વ્યવસ્થા કરાઈ
- પાંજરા પર ગ્રીન નેટ,સૂકું ઘાસ, લેમ્પ અને માટલાઓ મૂકવામાં આવ્યા
Junagadh News : હાલ જ્યારે શિયાળાની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે આગામી સમયમાં હજુ પણ ઠંડી વધારે પડવાની છે.ત્યારે સક્કરબાગ ઝૂ ના પશુ-પક્ષી પ્રાણીઓને ઠંડથી ધ્રુજાવવુંના પડે તેના માટે સક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સકરબાગ પ્રાણીસંગ્રહાલયમાં શિયાળાની સિઝનના ઠંડા પવનો અને ટાઢથી રક્ષણ માટે ઝુ પ્રશાસન દ્વારા પશુ,પક્ષી અને પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓ જેવા કે સિંહ,વાઘ ,દીપડા વરું અને ઝરખ માટે નાઈટ શેલ્ટર પાંજરાઓમાં ઘાસ પાથરવામાં આવ્યું છે. ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે પાંજરા પર ગ્રીન નેટની આડસ ઉભી કરવામાં આવી છે. તેમજ વન્ય પ્રાણીઓના ખોરાકમાં વધારો પણ કરવામાં આવ્યો છે. વન્ય પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે પાંજરાઓમાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વેટનરી ડોક્ટર ,પેરામેડિકલ સ્ટાફ અને એનિમલ કીપર દ્વારા વન્ય પ્રાણીઓનું સતત મોનેટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
પક્ષીઓને ઠંડા પવનોથી રક્ષણ મળી રહે તે માટે અલગથી ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ તેના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાંજરાઓમાં હીટર અને લેમ્પ તેમજ માટલાઓ ગોઠવવામાં આવ્યા છે. સરીસૃપ વર્ગના પ્રાણીઓ માટે પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે માટલાઓ અને બલ્બની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સૂકા ઘાસ અને નેટ પાથરવામાં આવ્યા છે. ત્યારે સકક્રબાગ ઝુ તંત્ર દ્વારા પશુ,પક્ષી અને પ્રાણીઓની હલનચલન અને તેની સ્થિતિ પર નજર રાખી શકાય તે માટે સતત સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
જુનાગઢ ડીસીએફ અક્ષય જોશી એ જણાવ્યું હતું કે સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ વખતે શિયાળાને ધ્યાને લઈ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં માંસાહારી,તૃણાહારી પશુ પક્ષીઓ ઠંડીથી બચવા માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. શિયાળાની ઠંડી ને ધ્યાનને લઈ પશુ પક્ષીઓના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે. ખોરાકમાં વધારો કરવાથી પશુ પક્ષીઓને ઠંડી ઓછી લાગે છે. તેમજ સકરબાગમાં તમામ પશુ પક્ષીઓ અને જાનવરોનું સીસીટીવી થી મોનેટરી કરવામાં આવે છે. ઠંડીના વાતાવરણ દરમિયાન પશુ પક્ષી કે કોઈપણ જીવને ઓ સુવિધા જણાય તો વેટીનરી ડોક્ટરને પણ હાજર રાખવામાં આવ્યા છે. સકરબાગમાં પશુ પક્ષીઓના તમામ પાંજરાઓને ગ્રીન નેટથી ઢાંકવામાં આવ્યા છે. માંસાહારી પ્રાણીઓના પાંજરામાં સુકો ઘાસ પાથરવામાં આવ્યો છે અને અન્ય પ્રાણીઓના પાંજરાઓમાં લેમ્પ અને માટલાઓ રાખવામાં આવ્યા છે જેથી કરી ઠંડીના ઋતુમાં પશુ પ્રાણીઓ પોતાનો બચાવ કરી શકે. આમ ઠંડીથી બચવા માટે તમામ પ્રકારની તૈયારીઓ સકક્રબાગ ઝૂ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ