ધારાના પરિવારજનોને ન્યાય અપાવવા આવતીકાલે સમસ્ત કોળી સમાજની બેઠક
ચકચારી ધારા હત્યા કેસ મામલે સુરજ ભુવા સહિતના 7 આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા, જેલ હવાલે કરાયા છે જ્યારે ધારાની લાશ ઠેકાણે પાડનાર ગુંજન જોશી વધુ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લેવાયો છે. બીજી બાજુ ધારા હત્યા કેસની તપાસ જુનાગઢ પોલીસ પાસે નહીં પણ ઉચ્ચ કક્ષાએ કરાવો તથા હત્યારાઓને ફાંસી આપો તેવી સમાજમાંથી માંગ ઉઠવા પામી છે, તે સાથે ધારાના.પરિવારને ન્યાય આપાવવા જૂનાગઢમાં રવિવારે સમસ્ત કોળી સમાજની બેઠક. બોલાવાય છે.
જૂનાગઢની ધારા ઘડીવારની હત્યા કેસમાં અમદાવાદ પોલીસ પકડેલા સુરજ ભુવા સહિતના 8 આરોપીઓની તપાસ કરી રહેલ જુનાગઢ પોલીસ દ્વારા સુરજ ભૂવા સહિતના આરોપીઓના રિમાન્ડ પુરા થતા તમામને ગઈકાલે કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં સૂરજ ભુવા સહિતના 7 આરોપીઓને જેલ હવાલે કરવા તથા લાશને ઠેકાણે પાડનાર આરોપી ગુંજન જોશીના વધુ ત્રણ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કરતા જુનાગઢ બી ડિવિઝન પી.આઇ. દ્વારા વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરાઈ છે.
ધારા પરિવારને ન્યાય અપાવવા માટે જૂનાગઢમાં રવિવારે તા. 4ના સાંજે 4:30 થી પાંચ કલાક દરમિયાન ન્યુ બેસ્ટ ઇંગલિશ સ્કૂલ જોષીપરા ખાતે સમસ્ત કોળી સમાજના આગેવાનોની એક બેઠકનું આયોજન કર્યું હોવાનું જણાવાયુ છે. જેમાં આ કેસની ટ્રાયલ ઝડપી ચાલે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની અને સરકારી વકીલની અલગથી નિમણૂક કરવા અને આરોપી સુરજ ભુવા ગેંગના સંકંજામાં આવેલા અન્ય લોકો બહાર આવે અને તેને પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી ચર્ચા કરીને કડક સજાની માંગ કરવામાં આવશે તેવું જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢની ધારા કડીવારની કાવતરું રચી નિર્મમ હત્યા કરવાના પ્રકરણમાં ગુજરાત ચુવાળીયા કોળી સમાજ દ્વારા સૂત્રોચાર સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન પાત્રમાં આ કેસની તપાસ જુનાગઢ પોલીસ પાસે નહીં પરંતુ અમદાવાદ પોલીસ પાસે કરાવો તેમજ પરિવારજનોને ન્યાય મળે તે માટે સિનિયર ધારા શાસ્ત્રીની નિમણૂક કરો તથા ધારાના હત્યારાઓને ફાંસીની સજા આપો તેમ જ સમાજમાં આવા બનાવો ફરી ન બને તે માટે ઢોંગી લોકોને ખુલા પાડી તેમની વિરુદ્ધ કડક કાયદો લાવો તેમજ પરિવારને તાત્કાલિક આર્થિક સહાય આપવા પણ માંગણી કરાઈ હતી.