નશો કરતા બાળકોના વીડિયો વાયરલ થતા શહેરમાં ચકચાર
જૂનાગઢમાં મજૂરવર્ગના નાના નાના બાળકો આજકાલ એસ આર નામના કેમિકલથી કરી રહ્યા છે. નશો અને આ બાબતનો શહેરમાં વિડીયો વાયરલ થતા શહેરમાં આ વાતને લઈને અનેક ચર્ચાઓ ઉઠવા પામી રહી છે બાળપણ આ નશીલા કેમીકલ થી મોતના મોઢામાં જઈ રહ્યુ છે વાયરલ વિડિયો માં બાળકો જણાવી રહ્યા છે કે અમે એસ આર નામના કેમિકલથી નશો કરીએ છીએ એસ આર ને એક કપડામાં નાખીને તેને સુંઘવાથી નશો ચડે છે તેવું બાળકો દ્વારા જણાવવામાં આવ્યું આ નશો એટલી હદ સુધી ચડે છે કે નશો કરનાર બાળકને પોતાના ગામ વિસ્તાર તથા પોતાનું નામ પણ યાદ રહી શકતું નથી.
આ બાળકને પૂછવામાં આવતા કે તમને આ એસાર નામનું કેમિકલ ક્યાંથી મળે છે તો તે અંગે બાળક દ્વારા જણાવવામાં આવ્યું કે મોટી માર્કેટ માંથી મળે છે પણ દુકાનનું નામ ખબર નથી આ અંગે તંત્રએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ અને આવા કેમિકલ પદાર્થ વેચનાર વેપારીઓને કડક સૂચના આપવી જોઈએ કે આવા પદાર્થો નાના બાળકોને વેચવામાં ન આવે તો આવા કેટલાય ગરીબ બાળકોની જિંદગી બચી શકે છે જોકે હજુ સુધી આ અંગે તંત્રના અધિકારીઓ કુંભ કર્ણે ની નીદ્રામાં હોય તેવુ લોકોને લાગી રહ્યુ છે .
આ વાયરલ વિડીયો અધીકારીઓના વોટ્સએપ સુધી પહોચાડ્યા પછી પણ આ વિડીયો ખોલીને જોવાની દરકાર અધીકારીઓએ લીધી ન હોવાના દાવા પણ લોકોમાં થય રહ્યા છે છેલ્લા ગણતરી ના દિવસોથી આ વાયરલ વિડીયો અંગે શહેરભરમાં ચર્ચાઓ ચાલી રહી છે ક્યાંથી આવેછે આ કેમીકલ? ક્યાં વેચાય છે ? કોણ કરી રહ્યા છે આ નશીલા પદાર્થનો બિન્દાશ્ત કાળોકારોબાર સહિતના અનેક સવાલો વિડીયો જોતાજ ઉઠી રહ્યા છે આવા ગરીબ વર્ગના બાળકોને નશાના રવાડે ચડાવી ખુલ્લેઆમ ભારતનાં ભવિષ્યને ખોખલુ બનાવાય રહ્યું છે આવા શમયે જન માનસ પર વધુ એક સવાલ થાય છે પ્રજાના પરસેવાના કરોડોના આંધણ બાદ ક્યાં છે બાળકોના ઉત્કર્ષ માટે કામ કરતી સરકારી સંસ્થાઓ અંધારામાં છે