- ભવ્ય રોડ-શોમાં વિવિધ સંગઠનો, વેપારી, પોલીસ જોડાયા: ફૂલોની વર્ષા સાથે એસ.પી.નું સ્વાગત કરાયું
- જૂનાગઢ જિલ્લા એસપી હર્ષદ મહેતાએ રાજીનામું આપ્યા બાદ જૂનાગઢના મુખ્ય માર્ગો પર રોડ શો યોજાયો, વિવિધ સંગઠનો, સર્વે સમાજના જ્ઞાતિજનો, વેપારીઓએ અને પોલીસે સન્માનભેર એસપીને વિદાય આપી હતી.
જુનાગઢ જિલ્લાના એસ.પી. તરીકે 2023 માંના ઓગસ્ટ મહિનાથી હર્ષદ મહેતાએ ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે છેલ્લા ઘણા સમયથી એસપીના રાજીનામાને લઈ લોકોમાં ચર્ચા ચાલતી હતી ત્યારે આજે એસપી હર્ષદ મહેતાના સ્વેચ્છિક નિવૃત્તિ પર ગૃહ વિભાગે મહોરમારી હતી. ત્યારે આજે જુનાગઢ જિલ્લાના મુખ્ય માર્ગો પર જુનાગઢ વિદાય આપવા રોડ શો યોજાયો હતો.જેમાં વિવિધ સંગઠનો અલગ અલગ ક્ષેત્રના આગેવાનો વેપારીઓ અને સર્વે જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ છેલ્લા બે વર્ષમાં દારૂ જુગાર અને નશા ના કાળા કારોબારનેદાવવા તમામ પ્રયત્નો કર્યા છે.
તો બીજી તરફ એક શિક્ષક જીવ હોવાના કારણે તેમને જૂનાગઢ જિલ્લામાં ‘SAY TO NO DRUGS’ ની ઝુંબેશ ચલાવી હતી. જેનાથી ઘણા યુવાનો નશા ના ખપ્પરમાં હોમાતા પણ બચ્યા છે.
જૂનાગઢમાં નોંધનીય કામગીરી
જુનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે હર્ષદ મહેતાએ ચાર્જ સંભાળ્યા પછી નોંધનીય કામગીરી કરી છે. જેમાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓમાં જે યુવાનો સંકળાયેલા હતા તેમના પરિવાર સાથે સંપર્ક કરી અને તેમને કઈ રીતે ડ્રગ્સથી બચાવી શકાય અને આ લતમાં કઈ રીતે યુવાધનને જતું અટકાવી શકાય તે માટે અનેક પ્રયત્નો કર્યા હતા. એસપી હર્ષદ મહેતાએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ‘SAY TO NO DRUGS’ ના સ્લોગન હેઠળ ડ્રગ્સને લઈ લોકોમાં જાગૃતિ આવે તેવા અનેક કાર્યક્રમો કરી યુવાધનને નશાના ખપ્પરમાં હોમાતું બચાવ્યું છે.
મારી ફરજ દરમિયાન પ્રજા તેમજ પત્રકારોનો પૂરો સાથ-સહકાર મળ્યો: એસ.પી. હર્ષદ મહેતા
જુનાગઢ એસટી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લાનો આ મારો અંતિમ કાર્યકાળ છે. આ કાર્યકાળમાં સારી રીતે લોકોની સાથે રહી પ્રજા અને પોલીસના સમન્વય વચ્ચે વીત્યો છે. જૂનાગઢના લોકોને શાંતિ સુરક્ષા અને સલામતી આપવા માટે તમામ પ્રયત્નો સફળ રહ્યા છે. આ મને જૂનાગઢની જનતા, રાજકીય-સામાજિક આગેવાનો’ દરેક જ્ઞાતિના અને ધર્મના આગેવાનો, તેમજ ધાર્મિક સંસ્થાના તમામ ધર્મ ગુરૂ અને પત્રકાર પૂરોનો સાથ સહકાર મળ્યો છે. તેમજ જૂનાગઢ પોલીસની ટીમ અને સિનિયર અધિકારીઓનો પણ મને ખૂબ જ સહકાર મળ્યો છે.
ગુનાહિત માનસ ધરાવતા ઈસમો પર કડક કાર્યવાહી કરવી અને સારા લોકોની સુરક્ષા અને સલામતી માટે છેલ્લા દોઢ વર્ષમાં પોલીસે તમામ પ્રયાસો કર્યા છે. મારી નિવૃત્તિ બાદ હું મારા પરિવાર સાથે મારા વતનમાં અને મારી મનપસંદ જગ્યાએ પ્રવાસ તેમજ એકાંત અને પ્રકૃતિ સાથે વિતાવીશ.
હર્ષદ મહેતા આઇ.પી.એસ. પોલીસ અધિક્ષક તરીકે કરેલી સામાજીક સેવાકીય પ્રવૃત્તિ
સીનીયર સીટીઝનનો માટે પ્રથમ વખત જૂનાગઢ જિલ્લા ખાતે “દાદા-દાદીના દોસ્ત” એપ્લીકેશન બનાવી નિવૃત એકાકી એકલવાયુ જીવન જીવતા વૃધ્ધો માટે પોલીસ એક દોસ્ત તરીકે કામગીરી તેમને મુંઝવતા પ્રશ્નોના ઉચિત નીરાકરણ કરી અતિઉત્તમ સેવાકીય કામગીરી કરેલ હતી. દિવ્યાંગ-વિકલાંગ બાળકોની દરકાર કરી તેમની પણ સમયાંતરે જિલ્લામાં આવેલ દિવ્યાંગ-વિકલાંગ બાળકોની જાતેથી મુલાકાત લઇ તમામ તહેવારો સાથે ઉજવી તેમને પણ હર્ષો ઉલ્લાસ સાથે જીવન વ્યતીત કરવા પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડેલ,અનાથ આશ્રમના બાળકોની દરકાર કરી તેમની પણ સમયાંતરે જિલ્લામાં આવેલ અનાથ આશ્રમની મુલાકાત લઈ અનાથ બાળકોની જાતેથી મુલાકાત લઇ તમામ તહેવારો સાથે ઉજવી તેમજ અનાથ આશ્રમ ખાતે જરૂરીયાત મુજબની ઘટતી વસ્તુ જિલ્લાના આગેવાનો સાથે મળી લોકોના સહકારથી તમામો સગવડો પુર્ણ ક2વા જરૂરી પ્રયાસો કરેલ.દરેક સમાજના આર્થિક રીતે નબળા લોકો સ્વમાનથી તેમને જીવન જરૂરીયાત વસ્તુ જેવી કે કપડા, ચમ્પ્લ -બુટ, પુસ્તકો, નાના બાળકો માટે રમકડા જેવી ચીજવસ્તુ સ્વમાનભેર મેળવી શકે તે હેતુસર જૂનાગઢ શહેર ખાતે તથા માંગરોળ તાલુકા ખાતે લોક ભાગીદારીથી “માનવતાની મહેક ના શીર્ષક સાથે બે જગ્યાઓ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.યુવાધનને સના દુષણથી દુર રહે તથા નશાની લત છોડાવવા જિલ્લા ખાતે એવરનેશ લાવવા લોક ભાગીદારી સાથે સમયાંતરે જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવેલ જેમાં 2ન ફોર જૂનાગઢ,સાયકલોથોન, હેપ્પી સ્ટ્રીટ,ચિત્ર સ્પર્ધા,સ્કેટીંગ સ્પર્ધાનું હર્ષદ મહેતાના નેજા હેઠળ આયોજન થયું હતું.