જૂનાગઢમાં સરગવાડા પાટીયા પાસે આવેલ એજન્સીના તસ્કરોએ મોડી રાત્રીના ત્રાટકી પાન મસાલા, તમાકુના પાર્સલ અને સિગારેટ સહિતના રૂ. 9.67 લાખના મુદ્દામાલ ની ચોરી જતા, પોલીસ દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરાઈ છે. જુનાગઢના સરગવાડા ગામના પાટીયા પાસે આવેલ સાગર સેલ્સ એજન્સી નામની દુકાનની ગ્રીલ તથા શટરના નકુચા તોડી, અજાણ્યા ઈસમોએ, રાત્રિના 3 થી 5 દરમિયાન દુકાનમા પ્રવેશ કરી, દુકાનમા રાખેલ રૂ. 9,67,000ની કિંમતના બાગબાન તમાકુના કાર્ટુન નંગ-17 તથા વીમલ પાન મસાલાના પેકેટ નંગ-300 તથા રજનીગંધા પાન મસાલાના પેકેટ નંગ-200 તથા જુદી-જુદી કપંનીની સીગરેટના પાકીટના છુટા બાંધા આશરે નંગ-60 તથા રોકડા રુપીયા 3,000 મળી કુલ રૂ. 9,70,000 ના મુદામાલ તથા બેંકની પાસબુક તથા ચેકબુકની ચોરી કરી લઇ ગયાની દુકાનના માલિક શૈલેષભાઇ બાબુભાઇ ચોવટીયા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસના જણાવ્યા અનુસાર ચોરી કરવા આવેલ ઈસમો સીસી ટીવી કેમેરામાં દેખાઈ રહ્યા છે, અને આ ચોરીમાં સંડોવાયેલ અજાણ્યા ઇસમો ને પકડી પાડવા સીસી ટીવી કેમેરાના ફૂટેજ ના આધારે તથા બાતમીદારો અને ટેકનિકલ સોર્સ સહિત વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
Trending
- સદસ્યતા અભિયાનમાં શહેર ભાજપનો ગુજરાતમાં ડંકો : મુકેશ દોશી
- સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન
- હવે આ રીતે સફળ કુટુંબ બનાવો, બાળકો કરશે પ્રગતિ !
- હવે તમારા બજેટમાં તમે કરી શકશો વગર વીઝાએ વિદેશ ટ્રાવેલિંગ
- દિવ્યપોથી યાત્રા સાથે કાલે ‘માનસ સદ્ભાવના’ રામકથાનો પ્રારંભ
- ભારતીય પશુપાલન નિગમમાં 2200+ જગ્યાઓ માટે સીધી ભરતી! ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ