• 11 થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન બંધ રહેશે
  • પરિક્રમાર્થીઓ અને વન્યજીવોની સલામતીને લઈ તંત્રનો નિર્ણય
  • પરિક્રમાનાં રૂટ પર વન્યજીવોની અવરજવર રહેતી હોય તેને લઇને નિર્ણય

જુનાગઢમાં ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શનનો પ્લાન બનાવી રહ્યા છો તો આ નોંધ તમારી માટે મહત્વની છે. કારણ કે, 11 થી 15 નવેમ્બર 5 દિવસ સુધી ગિરનાર નેચર સફારી બંધ રહેશે. કારણ કે, પરિક્રમાર્થી અને વન્યજીવની સલામતીને લઈ તંત્રે આ નિર્ણય કર્યો છે. તેમજ પરિક્રમાનાં રૂટ પર વન્યજીવોની અવરજવર રહેતી હોવાથી સફારી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

11 થી 15 નવેમ્બર સુધી નેચર સફારીમાં સિંહ દર્શન બંધ

LION

જુનાગઢ જિલ્લામાં ગિરનારની લીલી પરિક્રમા આગામી તારીખ 12 થી 15 નવેમ્બર દરમિયાન શરૂ થવાની છે, તેમાં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવશે. આ દરમિયાન પરિક્રમાર્થી અને વન્યજીવની સલામતીને લઈ તંત્રે એક મહત્વનો નિર્ણય કર્યો છે. તો તમને જણાવી દઈએ કે, પરિક્રમાનાં રૂટ પર વન્યજીવોની અવરજવર રહેતી હોય છે. આથી, 11 થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારી સિંહ દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓ, વનપ્રાણીઓની સલામતી માટે નિર્ણય

ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓની સલામતી જળવાય અને વન્યપ્રાણીઓને પણ કોઈ મુશ્કેલી ના સર્જાય તે હેતુથી વન વિભાગ દ્વારા 11 થી 15 નવેમ્બર 5 દિવસ સુધી ગિરનાર નેચર સફારી સિંહ દર્શન બંધ રહેશે. જ્યારે પરિક્રમા દરમિયાન વનવિભાગનો સ્ટાફ સમગ્ર રૂટ પર તૈનાત રહેતો હોય છે. આના કારણે પણ 11 થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ તમને જણાવી દઈએ કે, પરિક્રમા રૂટ નજીક જ નેચર સફારી પાર્કનો પણ રૂટ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.