- જૂનાગઢ ભાવીકોનો પ્રવાહ શરૂ: ધર્માલયો અખાડામાં ધમધમાટ
જૂનાગઢ ગરવા ગીરનારની ગોદમા ભવનાથ મંદિર પરિસરમાં મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓને અંતિમઓપ આપવા માટે વહીવટી તંત્ર ધર્માલયો, સાધુસંતોના અખાડાની સાથે જ્ઞાતી સમાજના ઉતારામાં શિવભકતોની આગતા સ્વાગતા માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યુ છે.
આ વર્ષ સાનુકુળ વાતાવરણ અને ખેતીની મૌસમ સારી રહેતાની સાથે સાથે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળાને લઈ ભવનાથના શિવરાત્રીના મેળામાં પણ અભૂતપૂર્વ મેદની ઉમટે તેવું અનુમાન લગાવાય રહ્યું છે.
આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા.22 ફેબ્રુઆરીથી વિધિવત રીતે પ્રારંભ થશે. અને તા.26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી ની મધ્ય રાત્રે મેળો સંપન્ન થશે.ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે , વિવિધ સુવિધા અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલ રાણાવાસીયાના અધ્યક્ષ સ્થાને મુખ્ય મીટીંગ યોજાઇ હતી.
મેળાના આયોજન અને કામગીરી સાથે જોડાયેલા શીર્ષ અધિકારીઓની ઉપસ્થિતિમાં સાધુ સંતો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે કલેકટર કચેરી જૂનાગઢ ખાતે શિવરાત્રીના મેળાના કામગીરીના આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ મિટિંગમાં કલેકટરે જણાવ્યું કે શિવરાત્રીના મેળામાં સાધુ સંતો,ભક્તો, સ્વયંસેવકો કોઈને અગવડ ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
બહારથી આવતા યાત્રિકોને શુદ્ધ પીવાનું પાણી,પાર્કિંગ, મોબાઈલ ટોયલેટ , આરોગ્ય,ટ્રાફિક સમસ્યા તેમજ ઉતારા મંડળોના મળેલા સૂચનોને ધ્યાનમાં રાખીને શિવરાત્રીનો મેળામાં લોકોને કોઈ અગવડતા ન પડે તેનું વિશેષ ધ્યાન રાખીને તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે શિવરાત્રીનો મેળો પ્લાસ્ટિક મુક્ત યોજાય તે માટે મોબાઈલ વાન દ્વારા ચેકીંગ કરવામાં આવશે. તેમજ લોકોના આરોગ્ય જોખમાય નહીં તે માટે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતાઓને ત્યાં ચેકીંગ કરવામાં આવશે અને લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
કલેકટરશ્રીએ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓના સૂચનો પણ સાંભળ્યા હતા. હકારાત્મક સંવાદ થકી મેળામાં ભાવિકોની સુવિધા ને પ્રાધાન્ય મળે તે માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂર જણાયે મિટિંગ બોલાવીને તેમનું યોગ્ય નિરાકરણ કરવા પણ સૂચના આપી હતી. મેળામાં નિયમો અનુસાર ઉપલબ્ધ જગ્યાઓ, ઉપલબ્ધ સંસાધનો પ્રમાણે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને સૌના સહયોગથી સહિયારા પ્રયાસોથી સૌએ સાથે મળીને આ મેળાની ઉજવણી કરવાની છે
ભવનાથ ખાતે રાઉન્ડ ધ કલોક સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને મેળા વિસ્તારનો સમગ્ર વિસ્તાર સફાઈમાં આવરી લેવામાં આવેલ છે, જેમાં 15 સુપરવાઈઝર 1 લાઈઝન અને 2 જનરલ સુપરવાઈઝર દવારા સુપરવિઝન, તથા 200 સફાઈ કર્મચારીઓ મારફત વિસ્તાર અને મુખ્ય માર્ગો/ રૂટની સફાઈ અને 100 બેગ જંતુ નાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. અને પ્રતિબંધીત પ્લાસ્ટીક નિયંત્રણ માટે 1 ટીમ મારફત સતત સુપર વિઝન કરવામાં આવશે.
જાહેર પે એન્ડ યુઝ તથા મોબાઈલ ટોઈલેટ વ્યવસ્થા
7- જાહેર શૌચાલય – યુરીનલ બ્લોક (ટોઈલેટ બ્લોક), 2-પે એન્ડ યુઝ શૌચાલય અને યુરીનલ બ્લોક (ટોઈલેટ બ્લોક),ભવનાથમાં વાડી, ધાર્મિક જગ્યા, ઉતારાઓ, હોટલો વગેરેમાં 2300 જટેલા શૌચાલય યુરીનલ કાર્યરત,06 – મોબાઇલ ટોઇલેટ જરૂરીયાત મુજબના સ્થાનો પર મુકવામાં આવ્યા છે.
મેડીકલ સવિધા તથા એમ્બ્યુલન્સ વ્યવસ્થા
108 એમ્બ્યુલન્સ ભવનાથ સુદર્શન તળાવ ઉદાસીન અખાડા સામે -1,જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે મેદાન ખાતે – 3,અશોક શિલાલેખ પાસે – 1,પાજનાકા પાસે – 1, દામોદર કુંડ પાસે – 1,વડલી ચોક – 1, પુનીત આશ્રમ દવાખાના ખાતે- 1 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રખાવવામાં આવશે.આ ઉપરાંત સુદર્શન તળાવ મ.ન.પા. ઝોનલ ઓફિસ ખાતે, ગોરક્ષનાથ આશ્રમ રીંગ રોડ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ અને વડલી ચોક, ભવનાથ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યાત્રી સુવિઘા હેતુસર રાખવામાં આવનાર છે.
ફાયર ફાઈટર તથા તરવૈયા બચાવ ટુકડી
મહાશિવરાત્રી મેળા દરમ્યાન આવક્યતા ઉપસ્થીત થયે ત્વરીત ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે સદુર્શન તળાવ પાસે – 1, જિલ્લા પચાયત ગસ્ટ હાઉસ સામે મેદાન ખાતે-1,ભવનાથ રીંગ રોડ ખાતે – 1 નીચે મુજબના પોઈન્ટ ઉપર મહાનગરપાલિકા,જૂનાગઢના ફાયર ફાઈટર ઉપલબ્ધ રખાવવામાં આવશે, અને આવશ્યકતા જણાય તે માટે સુદર્શન તળાવ, ભવનાથ તળેટી અને દામોદર કંડ બે પોઈન્ટ ઉપર મહાનગરપાલિકા, જૂનાગઢની ફાયર બ્રીગેડ બચાવ તરવૈયા ટુકડી પુરતા સાધનો સાથે ઉપલબ્ધ રખાવવા આવશે.
શિવરાત્રી મેળામાં હાઈટેક વ્યવસ્થા
મેળામાં આવવું હોય તો પાર્કિંગની ચિંતા હવે છોડી દેજો. એક ચછ સ્કેન કરવાથી મળશે પાર્કિંગ કર્મચારી સ્થળ પર નોકરી બજાવે છે કે નહીં તે પણ ખબર પડશે આજના સમયમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ તે જરૂરી બન્યો છે કારણ કે દિન પ્રતિદિન વધતા જતા ટેકનોલોજી ના ઉપયોગથી લોકોને કામગીરી કરવી સહેલી બની છે. સરકારમાં પણ ડિજિટલાઈઝેશન ઘણા સમયથી અમલી બન્યું છે. તે પછી પેપર લેસ કચેરી હોય કે પછી ઈ ટપાલ હોય તમામ પ્રકારની ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ હાલમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે જુનાગઢના મહાશિવરાત્રીના મેળામાં પણ આ વર્ષે પ્રથમ વખત ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. જેમાં કર્મચારીઓની હાજરી પણ હવે એપ્લિકેશનથી પૂરવામાં આવશે અને તેને બંદોબસ્ત ની ફાળવણી પણ એપ્લિકેશન જ કહેશે… આ સાથે જો કોઈ પણ વ્યક્તિ બહારથી અથવા જુનાગઢ માંથી આવી રહ્યા છે તો તેને કઈ જગ્યાએ વાહન પાર્ક કરવું તે પણ વોટ્સએપ જ જણાવશે અને સાથે સાથે વાહન લઈને જો મેળામાં પ્રવેશ કરવો હોય તો તેના માટે પણ ઈ પાસ ની સુવિધા શરૂ કરવામાં આવી છે.
એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી ાફસિયફતુ ચેટબોટ કરશે કામ
એઆઈ ટેકનોલોજી ના ઉપયોગથી એક ાફસિયફતુ ચેટબોટ બનાવવામાં આવ્યું છે. શિવરાત્રીમાં આવતા શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર ચછ કોડ મૂકવામાં આવશે આ ક્યુ ચછ સ્કેન કરવાથી નજીકની જગ્યાઓમાં અથવા તો નજીકના વિસ્તારમાં કઈ જગ્યાએ વાહન પાર્કિંગ ફેસીલીટી ઉપલબ્ધ છે તે આ ટેકનોલોજી મદદથી જાણી શકાશે. જેમાં ક્યુ આર કોડ સ્કેન કરતા ની સાથે જ ૂવફતિંફાા માં રહેલું ચેટબોટ માં ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે. સૌથી પહેલા વશ મોકલ્યા બાદ ચેટબોટ તમને ક્યાં શહેરમાંથી આવો છો તે વિકલ્પ પસંદ કરવા માટે જણાવશે. તે વિકલ્પ તમે પસંદ કર્યા બાદ તમને જે જગ્યાએ પાર્કિંગ ઉપલબ્ધ હશે ત્યાંની ગૂગલ મેપ ની લીંક આપી દેવામાં આવશે. આ લીંક નો ફાયદો તે પણ થશે કે જ્યારે પણ તમે ફરીથી મેળો માણી અને પરત ફરશો ત્યારે તમે જે તે લિંક પર જઈ અને ફરીથી તમે પાર્ક કરેલ વાહન પાસે પહોંચી શકશો.
પોલીસ કર્મચારીઓની હાજરી માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ
રેન્જ આઇ.જી નિલેશ જાજડીયા પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે જ્યારે તેઓએ સૌથી પહેલો બંદોબસ્ત કર્યો ત્યારે આ પ્રકારની અહીં કોઈ પણ સગવડ હતી નહીં જેથી હવે વર્ષો જતા જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને યાત્રાળુઓને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે તે ખૂબ સરાહનીય છે. અમારે પહેલાના સમયમાં જ્યારે કર્મચારીઓને ડ્યુટી ફાળવવાની હતી ત્યારે માઈક પર બોલી બોલી અને ડ્યુટી ફાળવવામાં આવતી હતી અને તે આખો દિવસ સુધી આ પ્રક્રિયા ચાલતી હતી. હવે ટેકનોલોજીના માધ્યમથી જે પણ કર્મચારીની ડ્યુટી જે જગ્યાએ ફાળવવામાં આવી હશે તેને ઓનલાઈન ક્યુ આર કોડ સ્કેન કરતાની સાથે જ ખ્યાલ પડી જશે. આ સાથે 100 થી વધુ વ્યક્તિની ટીમ જ્યારે કર્મચારીઓની હાજરી નોંધવા માટે કામે લાગતી હતી ત્યારે હવે તે પ્રકારની કામગીરીની જરૂર નહીં પડે કારણ કે જે તે કર્મચારી પોતાની જગ્યા પર છે કે કેમ તે એપ્લિકેશનના માધ્યમથી જ પોતાની હાજરી નોંધાવી શકશે. આ ઈ બંદોબસ્ત એપ્લિકેશનના મદદથી તમામ કર્મચારીઓની પોઇન્ટ પર ની સિફ્ટ હાજરી તેઓની રહેવા જમવાની વ્યવસ્થાની જાણકારી અને કર્મચારીઓને કોઈ રજૂઆત હોય તો તે રજૂઆતનું તાત્કાલિક નિરાકરણ થઈ શકે તે માટે ઈ બંદોબસ્ત નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે.
ઈ – પાસ સિસ્ટમથી પણ અનેક ફાયદા
શિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ વિસ્તારોમાં વાહન પાસ માટે અરજદારોને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવાની રહેશે તેઓની અરજીના આધારે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા જરૂરિયાત મુજબના અરજદારોને વાહન માટે ઈ પાસ ઇશ્યૂ કરવામાં આવશે જે ઇ- પાસ ક્યુઆર કોડ સાથે ઓનલાઇન જનરેટ થશે જેથી ફરજ પરના પોલીસ સ્ટાફ વાહનની વિગત ક્યુઆર કોડ સ્કેન કરવાથી વાહન નંબર તથા અરજદારની વિગત વેરીફાઈ થઈ શકશે અને ઇસ્યુ કરેલા એ પાસ ડુપ્લિકેશન થઈ શકશે નહીં આમ આ પ્રકારની ટેકનોલોજી ની ઉપયોગથી મેળામાં સુદ્રઢ સંચાલન થઈ શકશે અને અહીં આવનાર યાત્રાળુઓને મહદ્અંશે પાર્કિંગની સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે, કોઈપણ પોલીસ કર્મચારીઓની હાજરી માટે વધારાનું સ્ટાફ નહીં રોકવો પડે અને કોઈપણ વાહનના પ્રવેશપાસનું ડુપ્લિકેશન અટકી શકશે… જેથી આ વખતે આટલા વર્ષો બાદ મેળામાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે તેવું કહી શકાય.
ભવનાથના રસ્તે 34 મંદિરોના દર્શનનું મળે છે પૂણ્ય
- સિદ્ધિવિનાયક મંદિર (અપનાઘર)
- વાઘેશ્વરી મંદિર
- ગાયત્રી શક્તિપીઠ
- સોનાપુર કે જ્યાં 10 થી વધુ મંદિરો
- રામટેકરી આશ્રમ
- દર્વેશ્વર મહાદેવ મંદિર
- શ્રી રાધા મંદિર
- ગુપ્તેશ્વર મહાદેવ મંદિર
- દામોદર કુંડ
- મુચકુંદ મહાદેવ મંદિર
- રાજરાજેશ્વર મહાદેવ મંદિર
- રામજી મંદિર
- રામેશ્વર મંદિર
- બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર
- શાંતેશ્વર મહાદેવ મંદિર
- મહાકાળી માં નુ મંદિર
- બાલનાથ મહાદેવ મંદિર
- જડેશ્વર મહાદેવ મંદિર
- નારાયણ ધરો
- શાલીગ્રામ મંદિર
- ચામુંડા માતાજી મંદિર
- ચેતન હનુમાનજી મંદિર
- હિંગળાજ માતાજીનું મંદિર
- મોમાઈ માતાજીનું મંદિર
- નાગબાઈ મા નુ મંદિર
- આઇ ખોડીયાર રાસ મંડળ ખોડિયાર ભવન
- ગોરખનાથ આશ્રમ
- સનીદેવનું મંદિર
- આશાપુરા મઢ મંદિર
- રવિ રાંદલ માતાજીનું મંદિર
- ગુરુ દત્તાત્રેય મંદિર
- વસ્ત્રાપતેશ્વર મંદિર
- અન્નપૂર્ણા માતાજી મંદિર
- ભવનાથ મંદિર
આ સાથે અન્ય અખાડા તો ખરા જ કે જ્યાં દરેક અલગ અલગ સાધુ-સંતોનો અલગ અલગ અખાડો છે અને ત્યાં અલગ અલગ ઇષ્ટદેવનું પૂજન થાય છે. ભવનાથમાં આવી અને આટલા મંદિરોના દર્શન કરી અને પુણ્યનું ભાથું બાંધી ભક્તિમાં થઈ જાઓ લીન