બસમાં માત્ર બે થી પાંચ પેસેન્જર જોવા મળ્યા

૫૦ ટ્રીપમાં માત્ર ૧૪૪૨ મુસાફરોએ સવારી કરી

ટોળાઓમાં અક્કલનો અભાવ હોય પણ સમૂહ હંમેશા શાણપણ જ  બતાવતું હોય છે.. કોરોના સંક્રમણમાં લાંબા સમય સુધી ગ્રીન ઝોન રહેલા જૂનાગઢમાં હવે કોરોનો પોઝિટિવના દર્દીઓનો રાફડો ફાટયો છે તેવા સંજોગોમાં ચોથા તબક્કાના લોક ડાઉનમાં સરકારે જીવન આવશ્યક ચીજવસ્તુઓમાં છુટછાટ આપીને આંતરિક પરિવહનને મંજૂરી આપી છે, ત્યારે જૂનાગઢમાંથી એસટી બસ સેવા શરૂ થઈ ત્યારે એવું લાગતું હતું કે પહેલા દિવસે પાનના ગલ્લે જેવી લોકોની ભીડ ઉમટી પડશે, અને બસ સ્ટેન્ડમાં લોકોનો મેળો ભરાઈ જશે…. પરંતુ આ ગણતરી ઊંધી પડી હોય તેમ આજે પ્રથમ દિવસે જુનાગઢ ડેપોની શરૂ થયેલી પોઇન્ટ ટુ પોઇન્ટ બસ સેવામાં જાણે કે કોઈ બેસવા તૈયાર જ ન હોય તેમ એસટી બસોને બે પાંચ પેસેન્જર ને લઈને ફેરા કરવાની ફરજ પડી હતી. તથા સવારે આઠ વાગ્યાથી શરૂ થનારી એસટી બસ સેવાના ગઈકાલે પ્રથમ વિસાવદરનો ફેરો છે માંડ ૧૦ વાગ્યે ઉપાડયો હતો. લાંબા સમયથી સોરઠની એસટી બસ સેવા બંધ છે, ત્યારે સેવા ફરીથી શરૂ કરવાના નિર્દેશો મળતાં ખુદ એસટી વિભાગીય વ્યવસ્થાપકોને એવો સંદેહ હતો કે, એસ ટી બસ સેવા ખુલતાની સાથે લોકોના ટોળા બસ સ્ટેન્ડ પર ફરી વળશે અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની મર્યાદાઓનું પાલન કરવું ઘણું અઘરું થઈ પડશે…. પરંતુ બસ સ્ટેન્ડમાં ભીડ સર્જાવાની આ ગણતરી શાણી પ્રજા એ જાણે કે ઉંધી વાળી દીધી હોય તેમ પ્રથમ દિવસે બસમાં બેસવા વાળો જાણે કે કોઈ ન હોય તેમ બે દિવસમાં જે રૂટની બસો શરૂ કરવામાં આવી ત્યાં આવક અને જાવક સરેરાશ માત્ર બે-પાંચ પેસેન્જરોને લઈને આવવાની ફરજ પડી હતી.

જોકે પ્રથમ દિવસે લોકોને બસ શરૂ થઇ હોવાની જાણકારી પણ કદાચ ન મળી હોય પરંતુ સરેરાશ પહેલા દિવસે જે ઘસારાની અપેક્ષા રાખવામાં આવી હતી, તે ગણતરી સમગ્ર સંપૂર્ણપણે ઉંધી વળી ગઇ હતી અને પ્રજાએ જાણે કે આ વાઇરસ જન્ય રોગની ગંભીરતા ખૂબ જ મન ઉપર લઈ લીધી હોય તેમ લોકો હવે સ્વેચ્છાએ સલામતીનો અપનાવતા થઇ ગયા હોય તેમ ઘરમાંથી બિનજરૂરી રીતે નીકળવાનું ટાળી રહ્યા છે, તેમાં બેમત નથી. અને જૂનાગઢની પ્રજા કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ માટે ગંભીર હોય તેમ બે દિવસથી મુસાફરી કરવા એસ.ટી બસમાં ઓછા આવી રહ્યા છે.

એસ. ટી. માી પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે જુનાગઢ ડિવિઝન દ્વારા ૫૩ શેડ્યુલની ૨૬૦ ટ્રીપમાં કુલ ૧૪૪૨ પેસેન્જર એ સવારી કરી હતી, અને એસ. ટી. રોકડ આવક થઇ હતી, માત્ર રૂ. ૪૪,૬૩૬.

ડિવિઝન કંટ્રોલ ઉધતાઈ ભર્યા જવાબ

જુનાગઢ એસટી વિભાગના ડિસી દ્વારા પત્રકારને ઉદ્ધતાઈ ભર્યા જવાબ મળી રહ્યા હોવાની પણ ફરિયાદ મળી છે, કદાચ છેલ્લા ઘણા વખતથી એસ. ટી. સેવા બંધ છે, અને ચાલુ થઈ તો મુસાફરો નથી એટલે ચિંતામાં આવી જઈ પત્રકારોના પુછાયેલ પ્રશ્નોના ઉગ્ર અને ઉદ્ધતાઈ ભર્યા જવાબ અપાય રહ્યા છે, જો કે, કર્મચારીઓમાં ચાલતી વાત મુજબ આ સાહેબ જ્યાં પોલું ભાળે તેવા કર્મચારીઓ ઉપર ઘણી વખત રોફ જમાવી લે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.