માંગરોળમાં પી.એમ આંગળિયા પેઢીના માલિક પાસેથી લૂંટારૂએ 25 લાખની લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે આંગળિયા પેઢીના માલિકે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. જેથી પોલીસે CCTV મેળવી તપાસ શરૂ કરી છે.ઘટનાની વિગત અનુસાર આંગળિયા પેઢીના માલિક બપોરના સમયે બસ સ્ટેશન પાસેથી 25 લાખ રૂપિયા સાથે સ્કુટર પર ઘરે જઈ રહ્યાં હતા.
જે દરમિયાન ચાલુ સ્કુટરે બાઈક ચાલકોએ 25 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ચિલઝડપ કરનાર પાસે બ્લેક કલરનું પલ્સર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.