કોરોનાના કઠીન સમયમાં જૂનાગઢ જિલ્લાના બાગાયતકાર ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા 9 કરોડ 32 લાખની વિવિધ સહાય ચુકવવામાં આવી છે. બાગાયત વિભાગ દ્વારા બાગાયતકાર ખેડૂતોને આ સાધન સહાય ચુકવવામાં આવે છે.
આ સહાયમાં ફળપાક, મસાલા પાક, ફુલની ખેતી માટે, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પેક હાઉસ ઉભા કરવા ચુકવવામાં આવે છે. ઉપરાંત ખેતીકામ માટે મીની ટ્રેક્ટર ખરીદવા, પાવર ટીલર, નવા ફળ પાકનુ વાવેતર, બાગાયત પાકના નવા પ્રોસેસીંગ હાઉસ ઉભા કરવા, પેકીંગ મટીરીયલ્સ તૈયાર કરવા તેમજ મધમાખી પાલન સહિતની બાબતો અંગે બાગાયત ખાતા દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર નિયત સમયમાં અરજી કરવાથી સહાય ચૂકવવામાં આવે છે.
નાયબ બાગાયત નિયામક કચેરી જૂનાગઢ દ્વારા મળેલી માહિતી મુજબ સંકલીત બાગાયત વિકાસ કાર્યક્રમ અંતર્ગત 1979 લાભાર્થીને રૂા.245 લાખ ખાસ અંગભુત યોજના તળે 293 લાભાર્થીને રૂા.28.37 લાખ, ગુજરાત હોર્ટીકલ્ચર મિશન હેઠળ 2579 લાભાર્થીને રૂા.552.34 લાખ, નેશનલ મિશન ઓન સસ્ટનેબલ એગ્રીકલ્ચર માટે રૂા.20 લાખ તેમજ નાના ફળ અને શાકભાજીના વેચાણકારોને વિના મુલ્યે છત્રી આપવા 2635 લાભાર્થીને રૂા.35.47 લાખની સાધન સહાય આપવામાં આવી છે.