ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપ-વે યોજના સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપ-વે યોજના જૂનાગઢમાં કાર્યરત છે.
હાલ ગુજરાતભરમાં ઠંડીનું જોર વધ્યુ છે, જેના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યાં છે,પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરી દેવાઈ છે, તેમજ 4 દિવસથી ભારે પવનના કારણે સંચાલન પર તેની અસર પડી રહી છે, તો યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે,પવનની ગતિ સ્થિર થતાં રોપ-વેની સેવા ફરી શરૂ કરવામાં આવશે, ત્યારે હાલમાં રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે.
ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે કરાયો બંધ
હાલ ગુજરાતભરમાં ઠંડીનું જોર વધ્યુ છે, જેના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યાં છે,પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. તેમજ ગિરનાર રોપ-વેની રોજના હજારો યાત્રિકો સેવા લેતા હશે, પરંતુ કોઈ દુર્ઘટના ના સર્જાય તેને લઈ રોપ-વે કંપની દ્વારા હાલમાં રોપ-વેની સેવા અટકાવી દેવામાં આવી છે, ભારે પવન પર્વત પર ફૂંકાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન મેનેજરનું કહેવું છે કે આવતીકાલ સુધી વાતાવરણ સ્થિર થશે તો ફરીથી રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે.
જૂનાગઢ શહેરમાં પણ હવે શિયાળાની જમાવટ થઇ રહી છે. ઠંડીની સાથે તેજ ગતિથી પવન પણ ફૂંકાઇ રહ્યા છે. આ સાથે જ ગિરનારના જંગલમાં પણ છેલ્લા 4 દિવસથી પવની ઝડપ વધી રહી છે, તેના કારણે રોપ-વેનું સંચાલન બંધ કરાયું છે.
ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપવે યોજના જૂનાગઢમાં કાર્યરત છે.
ભારે પવન ફૂંકાતા પણ બંધ કરાય છે રોપ-વે
જૂનાગઢના ગિરનારમાં કયારેક પવની ગતિ વધારે હોય છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. તેમજ સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. આ દરમિયાન ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. તેમજ તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે.