જુનાગઢ ન્યૂઝ
હાલ વેસ્ટર્બન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે પવનની ગતિ પણ તીવ્ર બની છે. ત્યારે સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા બંધ કરવામાં આવી છે.
જૂનાગઢના ગિરનારમાં હાલ પવની ગતિ તેજ છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, હાલ ખાસ કરીને ગિરનાર શિખર પર 60-70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ સામાન્ય થતાં ફરી રોપ સેવા પૂર્વવત કરવાનો નિર્ણય લેવાયો છે.