જુનાગઢ શહેરમાં એક તરફ કાચબાની પીઠ જેવા રાજમાર્ગો અને બીજી બાજુ અત્ર, તત્ર, સર્વત્ર રખડતા ભટકતા પશુઓના જમેલા તથા વારંવાર પશુઓની દોડાદોડી અને અફડા તપડીથી લોકો તોબા પોકારી ગયા છે ત્યારે ગઈકાલે ઝાંઝરડા વિસ્તારમાં એક ખુંટીઓ ગાંડો થયો હતો, અને 4 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં 1 વાહન ચાલકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ આખલાનું રેસકયું દરમ્યાન મોત નીપજ્યું હતું.
જુનાગઢના છેવાડે આવેલા ઝાંઝરડા ગામે ગઈકાલે એક ખુટિયો ગાંડો થયો હતો અને ઝાંઝરડા ગામમાં અફડા તફડી મચાવી દીધી હતી. જે દરમિયાન 4 જેટલા વાહનચાલકો આ ખૂટીયાની ઝપટમાં આવી ગયા હતા જેમાંથી એક વાહન ચાલકને વધુ ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
આ અંગેની જૂનાગઢ મહાનગરપાલિકાના કેટલ પાઉન્ડ શાખાને જાણ કરાતા કેટલ પાઉન્ડ શાખાની ટીમ ઝાંઝરડા ગામે પહોંચી હતી અને ખૂટ્યાંને પકડવા માટે કામગીરી હાથ ધરાઈ હતી જો કે આ ખૂટ્યો પકડાય તે પહેલા મરણ ગયો હતો. એક વાત મુજબ જે ખુટિયો ગાંડો થયો હતો તેને હડકવાનો રોગ થયો હતો અને આ રોગના કારણે ખોટીયાનું મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે.