ગુનેગારોના વકીલ જેવી ભૂમિકા ભજવતા પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ થઈ રજૂઆત

જૂનાગઢ પોલીસ ની શરમ જનક ઘટના પ્રકાશમાં આવતા આજે આવી ઘટનાઓના કારણે ઈમાનદાર પોલીસ કર્મચારીઓ સામે પણ લોકો ભવિષ્યમાં શંકાની નજરે જોવે તેવી આ ઘટનાની ફરીયાદ ઉચ્ચ સ્તરે કરવામાં આવી છે ફરીયાદમાં ફરીયાદીએ અગાવ કરેલી ફરીયાદમાં સાક્ષી, સાહેદોને કેવી રીતે ખોટો પુરાવો ઉભો કરી ગુન્હા માથી છટકી શકાય તે અંગે સમજાવતા અને જો આવુ નહી કરે તો ગુનેગાર તરીકે ફીટ કરવા ગર્ભીત ધમકી આપતા ડી.વાય.એસ.પી.કચેરીના કર્મચારીની ઓડીયો ક્લીપ પણ જોડી હોવાનું ફરીયાદી એ જણાવ્યું હતું ઘટનાના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર હાલ જૂનાગઢમાં ઘણા પ્રકાશમાં આવેલા કિસ્સામાં જૂનાગઢ પોલીસે શરમ જનક ભુમીકા ભજવી હોવાનું ખુલ્યું છે લાગ લગાતાર આવી ઘટનાઓના પગલે એવુ પણ કહી શકાય એક તબક્કે પોલીસનું મોરલ ખરડાઈ રહ્યુ છે સાચી ફરીયાદ કરનારાઓને ન્યાય નથી મળી રહ્યો જ્યારે અ સામાજિક તત્વો અને આરોપીઓના ખોળામાં આળોટતા પોલીસ કર્મચારીઓ ના કારણે ધીરે ધીરે પોલીસ પરથી પ્રજાનો વિશ્વાસ ઓસરી રહ્યો છે ત્યારે આવા કિસ્સાઓમાં પારદર્શક અને નિસ્પક્ષ તપાસ થાય તો દાખલા રુપ કામગીરી કરી શકાય તેમ છે જુનાગઢ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ગુના રજી. નંબર ઈં /૧૮૩ /૨૦૧૮ નાં કેસમાં ચેકમાં ચેડા કરનાર આરોપીને ગુનામાંથી બચાવવા માટે આરોપીને ખોટું રેકર્ડ ઉભું કરવાની દુષ્પ્રેરણા આપવા બાબતે, જુનાગઢ શહેર ડી.વાય.એસ.પી. સાહેબના રીડર શ્રી જે.જે.ટાકોલીયા વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરવા આ બનાવના ફરીયાદી તુષાર સોજીત્રાએ ઉચ્ચ સ્તરે ફરીયાદ કરી છે

ફરીયાદમાં જણાવાયુ છે કે આર્ક રબ્બર કંપનીની માલિકીના ચેકમાં છેડ-છાડ બદલ, આર્ક રબર કંપનીનાં ભાગીદાર દરજ્જે તેમણે જુનાગઢ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ હતી. જેમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા ના હુકમ બાદ જુનાગઢ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ હતો

જે ફરિયાદમાં તપાસ સૌ પ્રથમ દોલતપરા પોલીસ ચોકી અને ત્યારબાદ જુનાગઢ શહેર ડી.વાય.એસ.પી. સાહેબની કચેરીમાં આવતા, ફરીવાર ફરીયાદીનું નિવેદન લેવા તેમને કચેરીના જવાબદાર અધિકારી શ્રી વિનુભાઈ દ્વારા તેમને ફોન કરી બોલાવેલ હતા. પરંતુ શ્રી વિનુભાઈ દ્વારા તેમની ફરિયાદને સુસંગત ન હોય તેવી બાબતોના ઉલ્લેખ દ્વારા તેમની ફરિયાદને અલગ દિશામાં વાળવાનો પ્રયત્ન કરાયેલ અને તેમની મરજી મુજબનું નિવેદન ન લખતા, તપાસનીશ અધિકારીની વર્તણુંક બાબતે અગાવ પણ અરજદારે જીલ્લા પોલીસ વડા ને ઈ મેઈલ દ્વારા તેમજ રૂબરૂ મળી અને સમગ્ર હકીકત અંગે તેમના દ્વારા ધ્યાન દોરવામાં આવેલ હતું. અને તેમને તટસ્થ ન્યાય મળી શકે તે હેતુથી તેમની ફરીયાદની તપાસ જીલ્લા પોલીસ વડા ની સીધી દેખરેખ હેઠળ કરાવવા લેખીત વિનંતી પણ કરી હતી  . તેમ છતાં, ફરીયાદીની જાણ મુજબ, તેમની ફરીયાદની તપાસ ડી.વાય.એસ.પી. કચેરીમાંથી તબદીલ કરાયેલ ન હતી.તાજેતરમાં તેમને મળેલા પુરાવા મુજબ, તપાસનીસ પોલીસ અધિકારી દ્વારા આ કેસના મહત્વના સાક્ષીઓ પાસેથી અગત્યના પુરાવાઓ લેવામાં આવતા નથી અને આ સાક્ષીઓને જ આરોપીઓ તરીકે દર્શાવવાની ગર્ભીત ધમકી આપી અને મૂળ આરોપીઓ છટકી જાય તેવો પુરાવો ઉભો કરવાની તપાસનીસ અધિકારી દ્વારા કોશિષ કરવામાં આવી રહી છે. એક જવાબદાર પોલીસ અધિકારી દ્વારા જ આરોપીને છાવરવામાં આવતા હોય અને આરોપીને બચાવવા માટે તનતોડ જોખમી મહેનત કરી રહ્યાના આક્ષેપ કરાયા છે.

શહેરના ડી.વાય.એસ.પી. સાહેબના રીડર  જે.જે.ટાકોલીયા અને આરોપી વચ્ચે થયેલ ટેલીફોનીક રેકોર્ડીંગ પણ ફરીયાદી દ્વારા મોકલવામાં આવેલ જેમાં આરોપી સાથે થયેલ વાતચીત મુજબ શ્રી જે.જે.ટાકોલીયા, ગુનો બનતો હોવાનું સ્પષ્ટ સ્વીકારે છે અને આરોપીને આ ગુનામાંથી બચવું હોય તો કેવા પ્રકારનું રેકર્ડ ઉભું કરવું અને ચેક આપનાર પાર્ટી પાસેથી કેવા પ્રકારનું લખાણ લાવે તો આરોપીઓ બચી જાય તેવું દુષ્પ્રેરણા આપતું ઓડીયો રેકોર્ડીંગ પ્રાથમિક પુરાવા પુરાવા રૂપે રજુઆત સાથે જોડવામાં આવ્યુ છે આ ૧ મીનીટ અને ૩૬ સેકંડના આ રેકોડીંગ હાલ આપણી રક્ષક ગણાતી પોલીસની માનસિકતા કય તરફ જય રહી છે તે સમજવા કાફી છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જુનાગઢ શહેર ડી.વાય.એસ.પી.ના રીડર જે.જે.ટાકોલીયા એક પોલીસ કર્મી હોવા છતાં, તેમના દ્વારા આરોપીને બચાવવાની થતી કામગીરી બાબતની તેમની આ ફરિયાદનાં આધારે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૨, ૧૯૩, ૨૦૧, ૨૦૨, ૨૦૩, ૨૧૮ તેમજ ૨૧૯ હેઠળ અથવા લાગુ પડતી કલમો હેઠળ તાત્કાલિક ગુનો દાખલ કરી અને તાકીદની અસરથી કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમજ તપાસનીશ અધિકારી તરીકે વરવી ભુમીકા ભજવનાર પોલીસ કર્મી જે.જે.ટાકોલીયા  વગવાળા અને પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદો ધરાવતા હોવાથી  જુનાગઢ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન તેમની ફરિયાદની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તાકીદની અસરથી જે.જે.ટાકોલીયા ને સસ્પેન્ડ કરવા પોતાની અરજી મા વિશેષ માંગ કરી હતી સાથે આ રજૂઆત રેન્જ આય.જી.અને રાજ્યના પોલીસ વડા ને પણ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.