સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ગત પખવાડિયે જ શરૂ થયો ત્યારે જૂનાગઢના કેશોદ તાલુકાના મઠડા ગામે NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વાડી વિસ્તારમાં ફસાયેલા 15 જેટલા ફસાયેલા લોકોને બચાવવા પહોંચી NDRF ની ટીમ,108 ની ટીમ પણ રેસ્ક્યુમાં પહોંચી.
જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ બાદ રવિવારે મેઘરાજાએ વિરામ લીધો હતો. રાત્રે ધીમીધારે વરસાદ પડવાનું શરૂ થયું હતું.
જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદ પડ્યો હતો. તેમજ સોમવારે સવાર થી સાંજ સુધી વરસાદ વરસતો રહ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં મેંદરડામાં 4 ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં. આ ઉપરાંત વિસાવદરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. વિસાવદરમાં પડેલા વરસાદનાં પગલે પાણી ભરાયા હતાં. માળિયામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. માળિયામાં બે દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો.
સોમવારે વધુ દોઢ ઇંચ વરસાદ પડતા શેરીઓમાં નદીઓ વહી હતી. જયારે જૂનાગઢ અને વંથલીમાં વધુ એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે માંગરોળ, ભેંસાણમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં અવિરત વરસાદથી જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. બીલખામાં ચાર દિવસમાં 14 ઇંચ પાણી પડી જતા શહેરને પાણી પુરૂ પાડતા રાવત સાગર તળાવમાં ભરપુર નવા નીરની આવક થતા જળસંકટ સાવહળવું થઇ ગયું છે. આસપાસનાં ગામ્ય પંથકોમાં પણ વ્યાપક વરસાદ થી ખેડૂતો ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો.