બહારથી આવેલા લોકોએ કોરોનાનો પ્રવેશ કરાવતા માત્ર ૧૯ દિવસમાં ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા: હવે સતર્કતાની ખાસ જરૂર
જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોના કટોકટીના પ્રથમ દિવસથી જ જિલ્લા વહીવટી તંત્રે કલેકટર સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી, કમિશનર તુષાર સુમેરા અને એસ.પી. સૌરભ સિંઘની વિભાગીય સંકલની સુચારુ અને સુવ્યવસ્તિ વ્યવસથા ગોઠવીને જૂનાગઢમાં આ બીમારીના વાયરાની સ્થાનિક કક્ષાએ ફેલાવાની જરા પણ તક આપી નહોતી અને સમગ્ર રાજ્યમાં મહામારીએ આટો લીધો છતાં જૂનાગઢમાં ગ્રીન ઝોનનું ગૌરવ અકબંધ રહેવા પામ્યું હતું.
પરંતુ જૂનાગઢની આ ઉપલબ્ધિ પર કોઈની નજર લાગી ગઇ હોય તેમ લોક ડાઉનમાં છૂટછાટ મળતાની સાથે જ જેવા જૂનાગઢમાં બહારથી આવનાર લોકોનું આગમન શરૂ થયું કે તુરત જ ભેસાણના સરકારી તબીબ અને આરોગ્ય કર્મચારીને કોરોના ચેપ લાગ્યો, ત્યારબાદ મુંબઈથી આવેલા ટીંબાવાડીના યુવકને પોઝિટિવ રિપોર્ટ આવ્યો, પછી માંગરોળ, કેશોદ, વિસાવદર અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં બહારથી આવેલા વ્યક્તિઓને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવવા લાગ્યા આજે આ આંકડો ૨૫ સુધી પહોંચી ગયો છે અને હજુ પણ બિન જૂનાગઢના નાગરિકોનું આવકનું પ્રમાણ ચાલુ જ છે અને જૂનાગઢ પર કોરોનાના સંક્રમણનું જોખમ દિવસે દિવસે વધતું જાય છે, ત્યારે હવે જૂનાગઢના સ્થાનિક વહીવટી તંત્રના હાથમાં પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા દોડા દોડી કરવી પડી રહી છે, તે વાત હકીકત બની છે.
પરંતુ જુનાગઢની રક્ષા માટે સુરક્ષા કવચ બની રહેલા કલેકટર, કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિકારીની વ્યક્તિગત ફરજ અને લોકો માટેની તકેદારીની જો કદર ન કરીએ તો આપણે નગુણા કહેવાય. જૂનાગઢ કલેકટર સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી, કમિશનર તુષાર સુમેરા અને જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંહ દ્વારા જૂનાગઢ શહેર જિલ્લાને કોરોના મુક્ત રાખવા માટે જે રીતે ચીવટ અને ધગશી તેની ટીમ સાથે રાખી જે આયોજન કર્યું હતું, તે જૂનાગઢના કર્મઠ રાજદ્વારીઓને જૂનાગઢ સામાજિકઇતિહાસમાં ક્યારેય નહીં ભૂલી શકે.