જોર લગાકે… હઈસા…..
212 સ્પધર્ક બહેનોમાં જુનાગઢ અમદાવાદ સાબરકાંઠાનો વટ
જુનાગઢ ખાતે ત્રણ દિવસ દરમિયાન રાજ્ય કક્ષાની સીનીયર સીટીઝન મહિલાઓની રસા ખેંચ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 જિલ્લામાંથી ગ્રામ્ય તથા શહેરની 252 સિનિયર સિટીઝન મહિલા ખેલાડીઓ ભાગ લઈ પોતાની શકિતનું પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, જી-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ દ્વારા આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે જૂનાગઢ શહેર, દ્વિતીય ક્રમે અમદાવાદ ગ્રામ્ય અને તૃતીય ક્રમે સાબરકાંઠા ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને મેડલ, ટ્રોફિ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે, ટગ ઓફ વોર એસોસિયેશનના સેક્રેટરી રાજુભાઇ પટેલ, ટીમ મેનેજર કનકસિંહ ખેર અને નરેશ ગોહિલ તથા સમગ્ર જૂનાગઢ જિલ્લાના ઇન્સ્ટોલ ટ્રેનર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.