- જુનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
- ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
જુનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો બહોળી સંખ્યામાં ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસણ ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને આ કાયદાનો વિરોધ નોંધાયો હતો
જે અંગે મળતી માહિતી અનુસાર, સરકાર દ્વારા જુનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં આજે ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસણ ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને આ કાયદાનો વિરોધ નોંધાયો હતો.
માધુપુર ગામના ખેડૂત અગ્રણી નાગજીભાઈએ ઈકો ઝોનના વિરોધમાં કહ્યું હતું કે આપણે ઇકો ઝોનમાં આવી જઈએ એટલે આપણને દીકરીઓ કોઈ આપે નહીં. ત્યારે ઘણા અધિકારીઓ અને નેતાઓ એમ બોલે છે કે ઇકોઝોન થી ફાયદો થશે. ત્યારે મારે એ નેતાઓ અને અધિકારીઓને કહેવું છે કે અમારા ઇકો ઝોનના 196 ગામની અંદર અમારા દીકરાઓ ને તમારી વાંઢી દીકરીઓ અને બેનો પરણાવજો. એટલે ખબર પડે ,કારણ કે અમે તો સુખી છીએ તમારી બેનો અને દીકરીઓને અમે તકલીફ નહીં પડવા દઈએ.
રિપોર્ટર: ચિરાગ રાજ્યગુરુ