- 22થી 26 ફેબ્રુઆરીના શિવરાત્રી મેળાના આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં વહીવટી તંત્રની યોજાય બેઠક
- હર હર મહાદેવના નાદ સાથે ગીરનાર તળેટીમાં અવધુતોના બેસણા સાથે લઘુ કુંભ જેવા શિવરાત્રીના મેળાની તૈયારીઓના ભાગરૂપે કલેકટર અનિલકુમાર રાણાવસીયાની અધ્યક્ષતામાં વહીવટી તંત્રની બેઠક યોજાય હતી.
મહાશિવરાત્રીના મેળાનો આગામી તા. 22 ફેબુ્આરી થી પ્રારંભ થશે. ત્યારે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના આયોજન માટે આજ રોજ વિવિઘ વિભાગો– કચેરીઓના અધિકારીઓને પ્રશાસનીક બેઠક યોજાઈ હતી.
કલેક્ટરીએ મોટી સંખ્યામાં ઉમટનાર ભાવિકો માટે પીવાના પાણી, સ્વચ્છતા, માર્ગ મરામત પરિવહન, ફાયર સેફટી, આરોગ્ય, વીજળી સહિતની સુવિધાઓ અને વ્યવસ્થા કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની ખાસ અમલવારી કરાવવા કલેક્ટરશ્રી એ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી
સેવાભાવી સંસ્થાઓ અને ઉતારા મંડળ સાથે પણ જરૂરી સુવિધા ઉભી કરવા અને સ્વચ્છતા સહિતની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંકલન કરવા પણ નિર્દેશ આપ્યા હતા. ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ વિઝીટ કરીને જરૂરી આયોજન કરવા પણ સૂચના આપી હતી. શ્રદ્ધાળુઓનું આરોગ્ય ન જોખમાઈ તે માટે ક્લોરિનેશનયુક્ત પીવાનું પાણી અને બિન આરોગ્યપ્રદ તથા ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય અને અખાદ્ય પદાર્થોનો નાશ કરવા તેમજ જરૂરી પગલાં લેવા માટે પણ સૂચના આપી હતી. આરોગ્ય સેવાઓ માટે હંગામી દવાખાના શરૂ કરવા ઉપરાંત જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે પણ સૂચના આપી હતી. ઉપરાંત પરિવહન સુવિધા માટે વધારાની એસટી બસો અને ટ્રેન દોડાવવા માટેનું આયોજન હાથ કરવા પણ નિર્દેશ આપ્યા હતા. મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકો જૂનાગઢના અન્ય દર્શનીય સ્થળોએ પણ જતા હોય છે, જેથી ગિરનાર, ઉપરકોટ, રોપ વે, મ્યુઝિયમ, સહિતના સ્થળોએ જરૂરી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. આ બેઠકમાં દૂધ, એલપીજી સિલિન્ડર, ચીજ વસ્તુઓ નિયત થયેલ દરે જ વેચાણ થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત યાત્રી સહાયતા કેન્દ્ર અને કંટ્રોલરૂમ શરૂ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, અધિક નિવાસી કલેકટર શ્રી એન.એફ ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી ચરણસીંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલીયા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હત