• લોનની રિકવેસ્ટ મોકલી ફોન હેક કર મહિલાના ફોટા મોર્ફ કરી પરિચીતોની નગ્ન ફોટા મોકલવાની ધમકી આપી બ્લેક મેઇલીંગ કરતાં
  • હેકરો સામે ચેતી અને ગેંગના શિકાર બનો તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરો: ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

લોનની લાલચ આપી, રિક્વેસ્ટ મળતા, ફોન હેક કરી તેમાં રહેલા મહિલાના ફોટા મોરફ થકી નેકેડ કરી, બાદમાં આ ફોટા ઓળખીતાના નંબર પર મોકલવાની ચીટર ગેંગની ધમકી આપી, રૂપિયા પડાવતા ત્રાસી ગયેલ એક યુવાનને જૂનાગઢ પોલીસે આ ગેંગના સકાંજા માંથી છોડાવી પોલીસે આવી હેકર્સ ચિટાર ગેંગ સામે ચેતતા અને સજાગ રહેવાની સાથે આવી કોઈ ઘટના ઘટે તો મૂંઝાયા વગર કે કાલ્પનિક ભય અથવા અજુગતા પગલાં ભરવાને બદલે જુનાગઢ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

જૂનાગઢના વિભાગીય પોલીસ અધિકારી પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર જૂનાગઢના એક પ્રતિષ્ઠિત ઘરનો યુવાન મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી લોભામણી જાહેરાતમાં આવ્યો હતો અને રિક્વેસ્ટ મોકલી હતી, બાદમાં ચીટર ગેંગ દ્વારા આ યુવાનનો મોબાઈલ હેક કરી, મોબાઈલમાં રહેલ સ્ત્રી પુરુષના ફોટા મેળવી મોર્ફ થકી નેકેડ બનાવી, યુવકને ઓળખીતા નંબર ઉપર આ નેકેડ ફોટા મોકલવાની ધમકી આપી, રૂપિયા બનાવવાનું કારસ્તાન ચાલુ કર્યું હતું.

ત્યારે આ યુવાન આબરૂ જવાની બીકે મુંઝાયો હતો અને મનમાં ઘણા વિચારો અને કાલ્પનિક ભય તથા મનમાં ઉત્પન્ન થતાં આત્મહત્યા સુધીના વિચારો આવ્યા હતા. અંતે કંટાળી આ યુવકે હિંમત કરી જૂનાગઢના વિભાગીય ડિવાયેસ્પી પ્રદિપસિંહ જાડેજા પાસે પહોંચ્યો હતો અને પોતાની વિતક વર્ણવી હતી.ત્યારે ડીવાયએસપી જાડેજા એ યુવકને સાંત્વના આપવામાં આવી હતી અને આવી અનેક અંગો સક્રિય છે પરંતુ તારે ડરવાની જરૂર નથી, તું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી દે તેવી સુચના સાથે એકાદ અઠવાડીયા માટે સોશિયલ મીડિયા બંધ કરી દેવા અથવા મોબાઈલ નંબર બંધ કરી દેવા સલાહ આપી હતી. જેના પરિણામે બેંકના મેસેજ બંધ થયા હતાં, અને યુવાનને રાહત થઇ હતી તે સાથે જૂનાગઢની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોબાઇલ એપ્લિકેશન બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.