પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રસ દાખવી ઊંડાણ પુર્વક તપાસ કરતા સનસનીખેજ આખોય મામલો પ્રકાશમાં આવતા હત્યાનો ગુનો નોંંધાયો
જુનાગઢ પોલીસે હેવાનિયતની હદ વટાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગત તારીખ ૧૬ ઓગસ્ટના સી ડિવિઝન વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા ૧૨ જેટલા લોકોને ચોરી કર્યાની શંકા રાખી પરાણે ચોરીનો ગુનો કબુલાવવા માટે હેવાનીયત ભરી રીતે ઢોર માર મારતા એક વૃદ્ધનું ગંભીર ઈજાઓના કારણે કમકમાટી ભર્યું મોત નિપજતા તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું સાથે પોલીસબેડામાં આ વાતને લઈને ચકચાર વ્યાપી જવા પામી હતી શરૂઆતના તબક્કે આ લોકોને ન્યાય ન મળતા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત બાદ આખા મામલામાં તપાસના ચક્રો ગતિમાન થયા બાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ૧૨ જેટલા શખ્સો સામે હત્યા સહિતની કલમથી ગુન્હો નોંધાતા પોલીસબેડામાં સમાચાર વ્યાપી જવા પામી છે.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર ગત તારીખ ૧૬ મી ઓગસ્ટના રાત્રિના અઢી વાગ્યાના સુમારે થી બપોરના ચાર વાગ્યા સુધી ચોબારી રોડ પર સુપર પટ્ટી માં વસવાટ કરતા ૧૨ જેટલા શખ્સોને મીરા નગર વિસ્તારમાં થયેલ ચોરીના શકમંદ તરીકે ઉપાડી સીધી જ થર્ડ ડિગ્રી અપનાવી ઉઠાવેલા ૧૨ સખ્સોમાંથી ઢોર માર મારતા હીરાભાઈ રૂપાભાઈ બજાણ્યાનું કમકમાટી ભર્યું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે ફરિયાદી શંકરભાઇ ધુળાભાઇ કલીયાવાડા ઉ.વ.૪૧ રહે. ચોબારી રોડ, વિનાયક એપાર્ટમેન્ટની બાજુમા, ઝુંપડપટીમા જુનાગઢ મુળ રહે.રામપુરા ગામ તા.સમી જી. પાટણ (સીધ્ધપુર) વાળાએ રજૂઆત કરતા તપાસનો ધમધમાટ સન થયેલ તપાસનાં છેઆ કામના આરોપીઓ ડિવિઝન પોલીસના અજાણ્યા દસથી બાર પોલીસમેનો એ આ કામના ફરીયાદી શંકરભાઇ ધુળાભાઇ કલીયાવાડા તથા સાહેદોને તેના રહેણાંક ઝુપડાઓએથી સી ડીવી પોલીસ સ્ટેશન લઇ જઇ મીરાનગર, રાજદીપ પાર્કમા બનેલ લુટના ગુન્હાની બળજબરીથી કબુલાત કરાવવા સારૂ પ્લાસ્ટીકના પાઇપ વડે માર મારી મુંઢ ઇજાઓ પહોચાડી પોલીસ સ્ટેશનમા ગેરકાયદેસર અટકાયત કરી રાખી સામન્ય ઇરાદો બર લાવવા એકબીજાને મદદગારી કરી આ કામેના સાહેદ હીરાભાઇ રૂપાભાઇ બજાણીયાનુ મોત નીપજાવતા હત્યા સહિત નો ગુન્હો આચર્યાનું ફલિત થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન તળે કલમ ૩૦૨, ૩૨૩, ૩૩૦, ૩૪૨, ૩૪૮, ૩૪, અન્વયે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી આખાય મામલાની તપાસ તપાસ એસી એસટી સેલ ડીવાયએસપી આર.વી.ડામોર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનાને લઇ જિલ્લા ભરની પોલીસ બેળામાં ચકચાર સાથે ચર્ચા નો માહોલ જમવા પામ્યો છે પોલીસ બેડાની આવી માનવતા વિહીન બેહુદી શરમ જનક હરકત થી સભ્ય સમાજ સ્તબ્ધ થઈ જવા પામ્યો છે આ મામલાની ઊંડાણપૂર્વકની તપાસ થશે તો જવાબદાર કેટલાય પોલીસમેનોને નોકરી ગોટે ચડી જશે તેવી પણ ચર્ચા હાલ પૂરજોશમાં ચાલી રહી છે.