સમગ્ર મામલે ન્યાયીક તપાસ થાય અને તાત્કાલિક પગલા લેવાય તેવી લોકમાંગ ઉઠી

જુનાગઢ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસમાં રજુ થયો ત્યારે એલસીબી પોલીસે દારૂ સંજય ઉર્ફે બાડીયા પાસેથી લીધો હોવાનું લખાવાનું કહેતા યુવાન આ બાબતે સમંત ન થતા પોલીસે ઢોર મારમાર્યાની રાવ જજ સામે કરતા જજ આ યુવાનને સારવાર માટે પોલીસ જાપતા સાથે સિવીલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ખસેડયો હતો.

બનાવની ફરિયાદી પાસેથી મળતી વિગત અનુસાર ગત તા.૧૩ ફેબ્રુઆરીના રોજ પોલીસે પોતાને ખોટી રીતે ફીટ કરેલ દારૂના ગુનામાં હાજર થયેલ હોય ત્યારે એલસીબી પોલીસના અધિકારીઓમાં ગોહેલ તેમજ ચૌહાણ નામના અધિકારીઓ તારી પાસેનો દારૂનો માલ સંજય ઉર્ફે બાડીયાનો હોવાનું લખાવા જણાવ્યું હતું. આરોપી અલ્તાફ કાસમ મલિક પોતે તેને ઓળખતો ન હોય આ રીતે ન કરવા જણાવતા પોલીસે ઉશ્કેરાઈ જઈ પ્લાસ્ટીકના રસા તેમજ લાકડી અને પટા વડે ઢોર માર્યાની ફરિયાદ મેજીસ્ટ્રેટ સામે કરતા મેજીસ્ટ્રેટ આ યુવાનને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ ડોકટરના અભિપ્રાય બાદ નામદાર અદાલત આ બાબતે ઈન્કવાયરી મુકી શકે છે તેવું ફરિયાદીના વકીલ મારફતે જાણવા મળ્યું હતું.  બનાવ પોલીસ વડા પર આક્ષેપ કરી કાળવા ચોકમાં છાવણી નાખી આંદોલન કરી રહેલ સંજયભાઈ સુરેશભાઈ સોલંકી સાથે કનેકટેડ હોય આ મામલે ન્યાયીક તપાસ કરી જવાબદારો સામે દુધનું દુધ અને પાણીનું પાણી કરી તાત્કાલિક પગલા લેવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.