સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા અમલમાં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે, જે માંગ આધારિત અને લોકોભિમુખ સ્વચ્છતા પ્રોગ્રામ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકારનો નાણાંકીય હિસ્સો રહેલ હોય વર્ષ ૨૦૧૯ સુધીમાં ગુજરાત રાજ્યને ખુલ્લુ મળોત્સર્જન રહિત બનાવવાનું છે.
ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો,તાલુકાઓ ,જિલ્લાઓ અને રાજ્યોને એવોર્ડ સાથે પ્રોત્સાહન આપવા “”નિર્મળ ગ્રામ પુરસ્કાર” યોજના” ઓક્ટોબર ૨૦૦૩ માં અમલમાં આવી હતી. ગુજરાત રાજ્યને ને વર્ષ ૨૦૧૧ સુધીમાં ૨૨૮૩ નિર્મળ ગ્રામ પુરષ્કાર મળેલ છે. દેશમાં નિર્મળ ગ્રામ પુરસ્કાર મેળવવામાં ગુજરાત રાજ્ય અગ્રીમ રાજ્ય છે.
સ્વચ્છ ભારત મિશન. … પંચાયતી રાજ સંસ્થાકીય ગામ સ્વચ્છતા સમિતિ અને ક્ષેત્રિય કાર્યકર્તાના ક્ષમતા નિર્માણ દ્વારા સ્વચ્છતા ટકાવવામાં આવે છે. ઉદ્દેશ. ગ્રામિણ વિસ્તારોમાં જીવન ગુણવત્તા સુધારવી, ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાંના વ્યાપની ગતિમાં વધારો કરી નિર્મળ ભારત અભિયાનનો ઉદેશ્ય ૨૦૧૯ સુધી પૂર્ણ કરવો, લોકોને ખુલ્લામાં શૈાચમુક્ત જાગૃતિ અભિયાન અને સ્વાસ્થય શિક્ષણ દ્વારા ટકાઉ સ્વચ્છતાં પ્રણાલી માટે પ્રોત્સાહિત કરવાનો છે.
અસ્વચ્છતા આપણી જાહેર બદી રહી છે. સામાન્ય રીતે ઘરમાં સ્વચ્છતા જાળવતાં આપણે એક રાજ્યના નાગરિક તરીકે વર્તીએ છીએ ત્યારે આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવા સાથે અસ્વચ્છતા સામે અભિયાન ચલાવી સ્વચ્છતા અંગે નાનાં મોટાં કાર્ય થતાં રહ્યાં છે ત્યારે પૂરો દેશ જાગ્રત થાય તે માટે ૨, ઓક્ટોમ્બર ૨૦૧૪ના દિવસે. આ પહેલ ખુદ વડાપ્રધાને સ્વચ્છ ભારત અભિયાની પહેલ કરી દેશનાં શહેર-ગામડાં ચોખ્ખાં ચણાક કરી ૨૦૧૯માં ગાંધીજીની જન્મજયંતીને પૂરા થઈ રહેલાં દોઢસો વર્ષના નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ આપવાની પણ નેમ રાખવામાં આવી છે.
વન સ્ટેપ ટુ વર્ડ્સ ક્લિનલીનેસના સ્લોગનથી શરૂ થયેલા આ કેમ્પેઇનની શરૂઆત થતાં ઘરે ઘરે શૈાચાલય હોય તે સહિત કોમ્યુનિટી અને જાહેર શૌચાલય બનાવવા કામ જોરશોરમાં ચાલી રહ્યું છે. સ્વચ્છ ભારત અભિયાનથી દેશમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવી છે. અસ્વચ્છતાના કારણે શહેરો અને ગામડાંઓ બીમારીના શિકાર બને નહીં તેના માટે આદર્શ સ્થિતિ એ જ છે કે અસ્વચ્છતા ક્યાંય ન રહે.
ખાસ તો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાના મુદ્દે લોકભાગીદારી જોવા મળી રહી છે. વડાપ્રધાને આપેલા સંદેશની જેમ ન આપણે ગંદકી કરીએ ન કરવા દઈએ એવા મંત્ર સાથે ટાટા ટ્રસ્ટના કોસ્ટલ સેલીનીટી પ્રિવેન્શન સેલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની નીગરાની સમિતિ ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમ કાર્યક્રમને જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૈાધરીના માર્ગદર્શન તળે ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક જે.કે. ઠેશીયાએ દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવી જણાવ્યુ હતુ કે ગ્રામિણ લોકસુખાકારી માટે નીગરાની સમિતિનાં સભ્યોએ નક્કર કામગીરી કરી વડાપ્રધાનશ્રીની આહલેકને સિધ્ધ કરવા આજની તાલીમ શિબિર ઉપયોગી બની રહેશે.
કોસ્ટલ સેલીનીટી પ્રિવેન્શન સેલનાં ભરત પરમાર, યોગેશ ડોડીયા અને અરશી નંદાણીયાએ ફિલ્ડ પર લોકજાગૃતિ માટે કરવા પાત્ર કામગીરીની જાણકારી આપી હતી. જિલ્લા કો-ઓ સ્વચ્છતા અભિયાનનાં ડી.કે.ગોહીલે સમશ્યાનો સ્વીકાર, સમશ્યાનું નિદાન અને સમશ્યાનું નિરાકરણ કરવા તાલીમ કાર્યક્રમમાં પધારેલ વિવીધ વીભાગનાં અધિકારીઓને આવકાર્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com