- 700 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે રહેશે
- પોલીસની સીટીમ ખાનગી કપડાઓમાં પાર્ટી પ્લોટમાં કરી રહી છે પેટ્રોલિંગ
જુનાગઢ: માં જગદંબાની આરાધના નો પર્વ એટલે નવરાત્રી નવરાત્રી નો પ્રારંભ થયો છે અને ખેલૈયાઓ પાર્ટી પ્લોટ માં તો ક્યાંક પ્રાચીન ગરબીઓમાં બાળાઓ માની આરાધના કરી રહી છે જેને લઇ સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસે એક્શન પ્લાન ઘડીયો છે. જુનાગઢ શહેરમાં 30થી વધુ પાર્ટી પ્લોટ માં અર્વાચીન ગરબી તેમજ શેરી વિસ્તારોમાં પણ પ્રાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવ્યું છે જેને ધ્યાન રાખીને શહેરમાં ૧૫ જેટલા જુદા જુદા પોલીસ દ્વારા પોઇન્ટો બનાવવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લામાં નવરાત્રી નિમિત્તે ખેલૈયાઓને કોઈ તકલીફ ન પડે અને સુરક્ષા સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમાં 50થી વધુ PSI,15 PI, 5 DYSP અને 700 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે રહેશે.અને પોલીસની સીટીમ ખાનગી કપડાઓમાં પાર્ટી પ્લોટમાં પેટ્રોલિંગ કરી રહી છે.
રાત્રિના સમયે દીકરીઓ એકલી નીકળતી હોય છે જેને લઇને આવારા તત્વો અને અસામાજિક તત્વો કોઈ લોકોને હેરાન ન કરે જેને લઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં 15 પી.આઈ 50 થી વધુ પી.એસ.આઇ પાંચ ડીવાયએસપી 700 પોલીસ જવાનો તેમજ જીઆરડી ટીઆરબી હોમગાર્ડ સહિતના 1200 થી વધુ નો પોલીસ નો બંદોબસ્ત જિલ્લામાં ગોઠવવામાં આવ્યો છે.. સાથે પાર્ટી પ્લોટ અને જુદા જુદા વિસ્તારોમાં પોલીસની સીટી પણ કાર્યરત રહેશે જેમાં મહિલા પોલીસનો સમાવેશ થાય છે મહિલા પોલીસ ખાનગી ડ્રેસમાં અસામાજિક તત્વો પર વોચ રાખવામાં આવશે.. જુનાગઢ શહેરમાં નેત્રમ શાખા હેઠળ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા પણ શહેરના તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વોચ રાખવામાં આવશે.