જુનાગઢ સીવીલમાં જુની એમ્બ્યુલન્સના વેચાણમાં ભ્રષ્ટાચાર આચરાયાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટસ્ફોટ મુજબ ટેન્ડર ભરાયા હોવા છતાં બારોબાર વાહનો વેચી મારવામાં આવ્યા છે. જુનાગઢ જેવી સીવીલને મેડીકલ કોલેજે ખસેડયાને મહીનાએ વીતી ગયા છે હોસ્પિટલમાં ટાંચણીથી લઇને બેડ સુધી બધુ જ નવું વસાવવામાં આવ્યું છે. તેનો અડધો સામાન હોસ્પિટલ તંત્ર દ્વારા ધીરે ધીરે વેચવામાં આવી રહ્યો છે. જેનું આર્થીક ઉપાર્જન કરવામાં આવી રહ્યું છે. જેમાં કયાંકને કયાંક સીવીલના તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.
ભ્રષ્ટાચારની ચોંકાવનારી વિગતો સામે આવી છે આઝાદ ચોકમાં જે હોસ્પિટલની જુની એમ્બ્યુલન્સ હતી તેને વેચવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં પ૦ થી વધુ ટેન્ડર ભરાયા હતા. પરંતુ નિયમ મુજબ જયારે વેચવાની વાત આવે ત્યારે તેનું સૌથી મોટું ટેન્ડર હોય તેને વાહન વેચવામાં આવે છે. પરંતુ અહી તો ટેન્ડર ભરનાર એક પણ વ્યકિતને બોલાવ્યા વગર આરએમઓ અને સીવીલ સજનની હાજરીમાં આ એમ્બ્યુલેન્સ વેચી મારવામાં આવી છે. તેવો આદેશો થઇ રહ્યા છે.
ટેન્ડર ભરનારાઓ કહી રહ્યા છે અમને કોઇ પણ જાતની જાણ કરવામાં આવી નથી ત્યારે સવાલ એ થાય છે કે સીવીલમાં રહેલ અન્ય જુની વસ્તુઓ સાચવવામાં આવી છે કે વેંચી મારવામાં
આવી છે?