ત્રિપાંખીયા જંગમાં પ્રજા ખરેખર કઇ તરફ મતદાનનો ઝૂકાવ રાખશે? વાસ્તવિક પરિસ્થિતિ તરફ એકનજર
જ્યારે એનસીપી પાર્ટીના સુકાની એવા રેશ્મા પટેલ અને રણમલભાઈ સીસોદીયા કે જે ભાજપ પક્ષથી થાપ ખાધેલા અને અસંતુષ્ટ છે જેને આ વખતે એનસીપીની સુકાન સોંપવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે તે કેટલા ઉણા ઉતરે છે.
સાથે જ કોંગ્રેસની નેતૃત્વહિન રણનીતિને ધ્યાને લઈ ભાજપે તેના ઘણાખરા ઉમેદવારોને પોતાની તરફ ખેંચવામાં તકનો લાભ લીધો છે. જેમાં તે સક્ષમ નિવડી છે ત્યારે કોંગ્રેસ પોતાનું કેવું પ્રદર્શન કરે તે પણ આગામી દિવસોમાં જૂનાગઢની જનતા બતાવી દેશે. જ્યારે ‘અબતક’ સાથે ખાસ વાતચીતમાં જૂનાગઢના સામાજિક કાર્યકર લખુભાઈ સુતરેજા રાજકીય પરિસ્થિતિ વર્ણવતા જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકાની વાસ્તવિક પરિસ્થિતિ જે તરફ જૂનાગઢની પ્રજા મતદાન કરશે તે જ આ વખત મનપાનો તાજ પહેરશે. જ્યારે લોકસભા ચૂંટણી વખતે જૂનાગઢ શહેરના મતદારોને મહત્વનો ભાગ સામે આવ્યો છે. એ જ પરિસ્થિતિ વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળી હતી. આ વખત પણ મતદારોનો મિજાજ લડી લેવાના મુડમાં હોય સાચો મદાર મતદાન બાદ જ પ્રત્યેક્ષ થશે. આ ચૂંટણીમાં પણ દરેક ચૂંટણીની જેમ જૂનાગઢના મતદારો પર નિર્ણાયક રહેશે. ભાજપના પૂર્વ શાસન દરમિયાન કૌભાંડના આક્ષેપો જૂનાગઢની પ્રજા પર કેટલો મદાર રાખે છે તે આવનારો સમય જ બતાવશે. આ આક્ષેપો ભાજપને ખરેખર નુકશાન કરશે ?
જૂનાગઢમાં આ વખત ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપી આ ત્રણેય પાર્ટીઓ મેદાને છે. જોવાનું રહ્યું કે, આગામી સમયમાં વિકાસ ઝંખતું જૂનાગઢ કોને ગાદી પર બેસાડશે. જૂનાગઢની જનતા પાર્ટીઓ દ્વારા બહાર પાડવામાં આવેલ મેનીફેસ્ટો વાંચીને એક એવી આશા તરફ વળી છે કે આ વખત બે માંથી ગમે તે પાર્ટી શાસન પર આવે પરંતુ જૂનાગઢ ઐતિહાસિક શહેર જાહેર થશે. જ્યારે મેનીફેસ્ટોની વાત કરવામાં આવે તો તમામ પક્ષ દ્વારા એક જ સુર પોકારવામાં આવ્યો છે. જૂનાગઢને વિકસીત બનાવશે. જોવાનું રહ્યું કે, હરહંમેશની જેમ મેનીફેસ્ટો કાગળની રદ્દીની જેમ એક તરફ રહી જાય છે કે, ખરેખર એનું પાલન પાંચ વર્ષમાં થશે.
વોર્ડ નંબર ૧
જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તક વોર્ડ નં.૧માં દોલતપરા વિસ્તારમાં સમાવેશ થાય છે. દોલતપરા વિસ્તાર એટલે કે જૂનાગઢની શરૂઆતનો જ વિસ્તાર છે. તેમાં રહેતા રહિશો વધુ પડતા તેજ વિસ્તારમાં આવેલ યાર્ડ અને જીઆઈડીસીમાં નોકરી કરે છે. જ્યાંનો ઘણોખરો વિસ્તાર જંગલનો પણ છે. આ વિસ્તારમાં ફરવાલાયક સ્ળમાં ઈન્દ્રેશ્ર્વર દાદાનું મંદિર છે જે જૂનાગઢ સહિત બહારી આવતા પ્રવાસીઓનું પણ આસનું પ્રતિક છે. છેલ્લા પાંચ વર્ષમાં અહીં સામાન્ય લોકોના કામ થયા છે. વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધારે છે. અહીંના સ્થાનિક કાર્યકરો અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો આ વોર્ડના લોકો પર સારૂ પ્રભુત્વ ધરાવે છે. તેથી અહીં ભાજપનું પલડુ નીચે નમે છે જ્યારે કોંગ્રેસનું પલડુ ભારે દેખાય છે. સામાન્ય જનતાનો મુખ્ય પ્રશ્ર્ન એ જ હોય છે. મહાનગરમાં કે તેમને રોડ, પાણી અને ગટરની વ્યવસ મળે જ્યારે આ વ્યવસના અભાવને લીધે આ વખત પણ આ વોર્ડ કદાચ ભાજપના હામાંથી જાય તેવી સંભાવનાઓ વ્યકત ઈ રહી છે. ‘અબતક’ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ આ વોર્ડમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહે તે દેખાઈ રહ્યું છે.
આ વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા ૧૪ રહી છે. જેમાં ભાજપમાંથી અશોકભાઈ ચાવડા, નટવરલાલ પટોળીયા, લાભુબેન મોકરીયા, કોંગ્રેસમાં અષ્માબાનુ દલ, દિપક સાગઠીયા, નટવરલાલ ખીચડા, સોનલબેન મકવાણા, એનસીપીમાંથી હિનાબેન શેઠીયા, રમેશભાઈ કાપડીયા, કાંતાબેન સોલંકી જ્યારે અપક્ષમાંથી પિયુષ બોરીચા, ભાવેશ પોશીયા અને જીજ્ઞાસાબેન ગુજરાતી.
વોર્ડ નંબર ૨
જૂનાગઢ મનપાના વોર્ડ નં.૨માં ખામધ્રોળ વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આ વિસ્તાર નવા ડેવલોપમેન્ટ વિસ્તાર તરીકે ઉભરી આવ્યો છે. અહ્યાં વધુ પડતા લોકો જૂનાગઢમાં નવા આવ્યા છે. અહીં લોકો દ્વારા મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં કેબીનેટ મિનીસ્ટર જવાહર ચાવડાનું વ્યવસાયીક પ્રતિષ્ઠાનનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ વોર્ડ અન્ડર ડેવલોપમેન્ટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈ ટર્મના કોર્પોરેટરો આ વિસ્તારના લોકો પર સારી છાપ પાડી શકયા ની. ત્યારે શકયતા એવી દેખાઈ રહી છે કે, અહીં પોતાનું વ્યક્તિગત મહત્વ ધરાવતા ભાજપના બે ઉમેદવારો અને સો બે કોંગ્રેસના ઉમેદવારો વર્ચસ્વ ધરાવે છે જેથી કહી શકાય કે, આ વિસ્તારની જનતા કદાચ રાજકીય પક્ષોની પેનલને તોડી શકશે. આ વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ર્ન કહી શકીએ તો રેલ્વે ફાટકનો પ્રશ્ર્ન છે જે પાછલા શાસનકાળ દરમિયાન ઉકેલ ન આવતા રોષનું કારણ બન્યું છે.
ઉમેદવારોની વાત કરવામાં આવે તો વોર્ડ નં.૨માં ટોટલ નવ ઉમેદવારો રાજકીય મેદાનમાં છે જેમાં ભાજપમાં કિરીટ ભીંભા, લલીત સુવાગીયા, સમીનાબેન સાંઘ, સુનીતાબેન વાઘેલા, કોંગ્રેસમાંથી નિમીષાબેન મજમુદાર, બાબુભાઈ કટારા, બાવનભાઈ પટોળીયા, સાબેરાબેન બુખારી જ્યારે અપક્ષમાંથી ભીખુભાઈ બાલુ ઉમેદવારી નોંધાવી છે.
વોર્ડ નંબર ૩
જૂનાગઢ મનપાના વોર્ડ નં.૩માં ફરવા લાયક સ્ળ તરીકે જૂનાગઢની શાન કહી શકાય તેવું શકરબાગ પ્રાણી સંગ્રહાલય સહિત દોલતપરા વિસ્તારના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ઝુંપડપટ્ટી પણ આવેલી છે જે બિન અભિયાસુ વર્ગ હોય.
અહીં લોકો ભાજપ-કોંગ્રેસને ભુલી જઈ ક્યાં વ્યક્તિ તેને ઉપયોગી ઈ શકે છે તે તરફની દ્રષ્ટીએ મતદાન કરશે. આ વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા આ વોર્ડ ભાજપમાંથી બિનહરીફ ઈ ગયેલ છે. જ્યારે આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર તરીકે જાહેર યેલ ભરત કારેણા દ્વારા ફોર્મ ન ભરાતા આ વોર્ડમાં એક સીટ માટે પેટા ચૂંટણી ઈ શકે તેવા એંધાણ છે.
આ વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી હસીનાબેન નાસીર પઠાણ, મોનાજબેન બ્લોચ, અસલમભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી, અક્રમભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી, ભાજપમાં મુમતાજબેન હારૂનભાઈ સમા, શરીફાબેન વહાતભાઈ કુરેશી, અબ્બાસ ઈબ્રાહીમ કુરેશીનો સમાવેશ થાય છે.
વોર્ડ નંબર ૪
જૂનાગઢ મનપાના વોર્ડ નં.૪માં જોષીપુરા વિસ્તાર સહિત ઝાંઝરડા રોડનો અમુક વિસ્તાર સમાવિષ્ટ છે. આ વિસ્તાર પણ નવા ડેવલોપીંગ વિસ્તાર તરીકે ઉભરી આવ્યો છે. આ વિસ્તારના લોકોની સામાન્ય જરૂરીયાતોને પાછલા ટર્મના કોર્પોરેટરો સંતોષી શકયા છે જેી આ વિસ્તારમાં રહીશો ભાજપ તરફ મતદાન કરે તેવી સ્થિતિ નજરે ચડે છે. આ વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ર્ન મહત્વનો ભાગ ભજવી રહ્યો હતો જે નવા બનેલા વિસ્તારમાં અમુક જગ્યાઓને બાદ કરતા મહત્તમ જગ્યાઓએ મહાપાલિકા દ્વારા નર્મદાના નીર પહોંચાડવામાં કોર્પોરેશન સફળ રહ્યું છે. જ્યારે જે જગ્યાએ કોર્પોરેશન પાણીનો પ્રશ્ર્ન ઉકેલી ની શકી તે જગ્યાએ લોકો દ્વારા આશા સેવવામાં આવી રહી છે કે, આવતા પાંચ વર્ષમાં પાણીનો પ્રાણ પ્રશ્ર્ન હલ ઈ જશે.
ઉમેદવારોની વાત કરવામાં આવે તો આ વોર્ડમાં ૧૪ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપમાંથી ધર્મેશ ધીરુભાઈ પોષીયા, ભગવતીબેન ધર્મેશચંદ્ર પુરોહિત, હરેશભાઈ પરસાણા, પ્રફુલાબેન ખેરાળા, કોંગ્રેસમાંથી અશ્ર્વીનભાઈ સાવલીયા, દિનેશભાઈ કેશવાલા, નયનાબેન મહેતા, મંજુલાબેન પરસાણા, એનસીપીમાંથી ભરતકુમાર લીંબાણી જ્યારે અપક્ષમાંથી મહેશભાઈ ડાકી, રાહુલભાઈ ભાલીયા, રૂપલબેન ગઢવી, વિનોદભાઈ ભાલીયા, હરેશકુમાર સરઘાસા ઉમેદવારી કરી રહ્યાં છે.
વોર્ડ નંબર ૫
જૂનાગઢ મનપાના વોર્ડ નં.૫ એટલે ચોબારી રોડ અને ઝાંઝરડા રોડનો અડધા ભાગનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં પાટીદારોનું પ્રભુત્વ વધારે છે અને આ વોર્ડની સામાન્ય વ્યવસ લોકોની જરૂરીયાતો પૂરી કરવામાં ગઈ ટર્મ સક્ષમ રહી હતી. જેી આ વોર્ડમાં આ વખત પણ ભાજપ તરફી મતદાન થાય તેવો સુર સામાન્ય લોકોએ ગાયો હતો. આ વિસ્તારની પીવાના પાણીની સમસ્યા બહુ જ વિકટ હતી જે મહાપાલિકા દ્વારા ઘર-ઘર સુધી પાણી પહોંચાડી આ વોર્ડને વિશ્ર્વસનીયતાની ચરમસીમા સુધી પહોંચાડી દીધો છે. જેી આ વોર્ડ ભાજપ માટે સ્યોર સાબીત થાય તો નવાઈની વાત નહીં.
આ વોર્ડના ઉમેદવારોમાં આઠ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના જયેશ ધોરાજીયા, ભારતીબેન ત્રાંબડીયા, રાકેશભાઈ ધુલેશીયા, શિલ્પાબેન જોશી, કોંગ્રેસમાંથી કુંદનબેન હસમુખભાઈ ત્રાબડીયા, ગૌરવકુમાર ધીરજલાલ ભીમાણી, ચુનીભાઈ ગોપાલભાઈ પનારા, જયશ્રીબેન પ્રવિણભાઈ જોશીનો સમાવેશ થાય છે.
વોર્ડ નંબર ૬
જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ એટલે નીલગગન સામેનો વિસ્તાર જેમાં વણજારી ચોકનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં પણ લગભગ તમામ લોકો વ્યાપારી વર્ગ રહે છે. જ્યારે વણજારી ચોક એ સામાન્ય લોકોની મહત્તમ અવર-જવર તો વિસ્તાર છે. આ વોર્ડમાં જૂનાગઢની મોટાભાગના શોપીંગ કોમ્પલેક્ષો આવેલા છે. જેી આ વોર્ડ જૂનાગઢનો વ્યવસાયીક પ્રતિષ્ઠાન કહી શકીએ. આ વોર્ડના લોકો કે જે વેપારી કક્ષાના હોય અહીંના પ્રશ્ર્નો છેલ્લી ટર્મના શાસકો દ્વારા પૂર્ણત: પ્રશ્ર્નોનું નિરાકરણ લવાયું છે. જેી આ વોર્ડ પાછલા શાસની પ્રભાવીત આ વોર્ડમાં મતદાન ભાજપ તરફી જાય તો શંકાને સન ની.
આ વોર્ડના ઉમેદવારોની વાત કરવામાં આવે તો ૧૮ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ભાજપમાં કુસુમબેન પ્રવિણભાઈ અકબરી, ગોપાલભાઈ ભાણજીભાઈ રાખોલીયા, શાંતાબેન મનુભાઈ મોકરીયા, હાશાનંદ ઉધવદાસ નંદવાણી, કોંગ્રેસમાંથી નિરંજનાબેન અરવિંદભાઈ પાઘડાર, પંકજભાઈ બાબુભાઈ ભરાડ, મનસુખભાઈ ડોબરીયા, હંસાબેન ગઢીયા, એનસીપીમાંથી ચિરાગભાઈ ભરતભાઈ રાવલ, ધર્મેશભાઈ ગોકળભાઈ ચાવડા, ભાવનાબેન નંદલાલ ટીબલીયા જ્યારે અપક્ષમાં જેન્તીભાઈ નાનજીભાઈ વાઢેર, નરેન્દ્રભાઈ કેશુભાઈ ઓડેદરા, પ્રવિણભાઈ તેજાભાઈ વાઘેલા, રમેશભાઈ રત્નાભાઈ નશીત, રામભાઈ દેવશીભાઈ મોકરીયા, વિજયાબેન ગોરધનભાઈ રૂપારેલીયાનો સમાવેશ થાય છે.
વોર્ડ નંબર ૭
જૂનાગઢ મનપાના વોર્ડ નં.૭ એટલે ગિરીરાજ સહિત ઝાંઝરડા રોડનો ોડો વિસ્તાર સમાવિષ્ટ છે. આ વિસ્તારમાં કોઈ એવા સામાન્ય પ્રશ્ર્નો સામે આવ્યા ન હતા કે જે, પૂર્વ શાસક પક્ષને નુકશાનકારક સાબીત કરી શકે. તેથી કહી શકીએ કે, આ વોર્ડ આ વખતે ભાજપ તરફ મતદાન કરી શકે છે. પૂર્વ શાસકોમાં આ વોર્ડના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન રહી ચૂકેલા સંજયભાઈ કોરડીયાના આ વોર્ડના વ્યક્તિઓ સો વ્યક્તિગત સંબંધ અને સાચા વહીવટકર્તા તરીકેની છાપ ક્યાંકને ક્યાંક ભાજપને ફાયદો કરાવી શકે તેમ છે.
આ વોર્ડમાં કુલ ૧૪ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપમાંથી સરલાબેન હરેશકુમાર સોઢા, સીમાબેન રક્ષીતભાઈ પીપલીયા, સુરેશકુમાર (સંજય) કૃષ્ણદાસ કોરડીયા, હિમાંશુ વિશ્ર્નુપ્રસાદ પંડયા, કોંગ્રેસમાંથી મનીષાબેન મહેન્દ્રભાઈ સગર, રીનાબેન મનિષકુમાર પુરોહિત, ચિરાગ વલ્લભભાઈ ભલાણી, હિમાંશુ વશરામ દોમડીયા, એનસીપીમાંથી ચંદ્રીકાબેન વિજયભાઈ પટેલ, પલ્લવીબેન કિરીટભાઈ દીક્ષીત, રાજદીપ વિનોદરાય કનેરીયા, હર્ષદભાઈ કરશનભાઈ આચાર્ય જયારે અપક્ષમાંથી કાંતિલાલ બાબુલાલ સોલંકી, ભગવાનભાઈ મુળજીભાઈ કનેરીયાનો સમાવેશ થાય છે.
વોર્ડ નંબર ૮
મનપાના આ વિસ્તર કે જયાં ન્યાયિક પ્રક્રિયા અને જુનાગઢની શાન સમા મકબરાને સ્થાન પ્રાપ્ત થયું છે. એવા વોર્ડ કે જયાં લધુમતે સમાજની વધારે ઉ૫સ્થિતિ હોય આ વર્ગ હંમેશાને માટે કોંગ્રેસ માટે જ લાભદાયી નીવડયો છે. જયારે આ વખતે ચુંણણી કોઇ પક્ષ આધારીત ન રહેતા એક વ્યકિતગત જંગ તરીકે સાબિત થઇ હોય ત્યારે આ વોર્ડ કોંગ્રેસને નુકશાન પહોચાડે તેવું દેખાઇ રહ્યું છે. આ વિસ્તારમાં સામાન્ય વ્યવસ્થાઓ પૂરી કરવામાં હર હંમેશ કોંગ્રેસ પુર્ણ રીતે સફળ રહી છે પરંતુ આ વખતની ચુંટણીમાં કયાંકને કયાંક જન માનસ પર ચહેરાઓની અસરને લઇ નુકશાન પણ થઇ શકે છે.
વોર્ડ નંબર-૮ ના ઉમેદવારની સંખ્યા-૧ર
- ભાજપ- અબામિયા સુલતાનમીયા ચિસ્તી, અમીન હાસમભાઇ હાલા, કૌશર અબ્દુલ રહેમાન જુનેજા, જુલેદાબાનું સોરઠીયા
- કોંગ્રેસ- બીમકીસબેન હાજીસબીરભાઇ વહેવારીયા, સાબેરા મોહમદસિદીક કરમરી, હાજી સઇદ અહેમદ દુરવેસ, હુસેનભાઇ મહમદભાઇ હાલા
- એનસીપી- સેનીલાબેન અસરફભાઇ થઇમ, વિજયભાઇ જેંતીભાઇ વોરા, જબીનનીશા સાજીદભાઇ કાદરી, અદ્રેમાન અબારખાભાઇ પંજા
વોર્ડ નંબર ૯
મનપાના વોર્ડ નં.૯ બહુ ચર્ચિત રહ્યો છે. આ વોર્ડ માટે કહી શકાય છે જુનાગઢનું હાર્દ અને ધાર્મિક મહત્વત્તા વધારતું સ્થળ અને વિસ્તાર એટલે ભવનાથ આ વિસ્તારમાં પર્યટકો અને સામાન્ય જનતાની ધાર્મિક લાગણીઓ જોડાયેલ હોય પાંચ વર્ષમાં શાશનમાં અહીના ધાર્મિક સ્થાનોના ડેવલપમેન્ટમાં સરકારે ઘણા ફેરફારો કર્યા સાથે આમાના ઘણામાં ભ્રષ્ટાચારની પણ ઘણી વાતો આવી સાથે આ શહેરના પૂર્વ મેયર અને જેના નામથી જુનાગઢને એક વિશિષ્ટ માન માજી એવા સ્વ. કરમણ કટારા કે જે જુનાગઢના વિકાસમાં બહુ જ મોટું યોગદાન આપીને ગયા તેના ભાઇ એભા કટારા ના વર્ચસ્વ અને શું શાશનથી આ વોર્ડ જુનાગઢના મેયર પદના ચહેરા ધીરુભાઇ ગોહેલ અને ભાજપ તરફી મતદાન થઇ શકે તેવી આશંકા સેવાય રહી હતી. સાથે જ આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ભાજપમાં શરણાગતિ સ્વીકારી ભાજપનો કેસરીયો ઓઢી લેવામાં આવ્યો હતો. જેથી ભાજપ ના વોર્ડમાં બીનહરીફ જેવી સ્થીતી નિર્માણ પામી છે. કોંગ્રેસના એક ઉમેદવારે આ હરોળમાં રહેવાની ના પાડી હતી. ત્યારે આ વિસ્તારમાં આવતા સમયમાં ભાજપ તરફી મતદાન થાય તેવી સંભાવના જોવાઇ રહી છે.
વોર્ડ નં.૯ ના ઉમેદવારીની સંખ્યા-૧૧
- કોંગ્રેસ- અલ્પાબેન મનોજભાઇ ઉનડકટ, મધુબેન પરસોતમભાઇ પરમાર, હરસુખભાઇ વસ્તાભાઇ ડાભી
- ભાજપ- એભાભાઇ પુંજાભાઇ કટારા, ગીતાબેન મોહનભાઇ પરમાર, ચેતનાબેન નરેશભાઇ ચુડાસા,ધીરુભાઇ નારણભાઇ ગોહેલ
- સીપીએમ- બટુકભાઇ ધુસાભાઇ મકવાણા
- એનસીપી- કાજલબેન અશોકભાઇ ગોસ્વામી, નયના ઇન્દ્રવદનભાઇ ટાંક
- અપક્ષ- પલક ભરતકુમાર જયસ્વાલ
વોર્ડ નંબર ૧૦
આ વોર્ડ નં.૧૦ જુનાગઢની અને ગુજરાતના ઇતિહાસની ધરોહર સમી યાદીને સાચવીને બેઠો છે. આ વોર્ડમાં ઉપરકોટ અને બુઘ્ધની ગુફાઓ આવેલી છે. આ વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષના સમયમાં સામાન્ય માણસને સંતોષકારક પ્રાર્થન જોવા મળી રહ્યું છે. અને ત્યાંના લોકો પાછલા શાશનને આવકારી આ વખતે પણ જુનાગઢ શહેરના પૂર્વ ડે.મેયર ગીરીશ કોટેચાની આગેવાનીમાં ભાજપ તરફી મતદાન કરાવવામાં સફળ નીવડશે.આ વોર્ડમાં ઉપર કોટ જેવી મુખ્ય ધરોહર સાથે આ વોર્ડના વિસ્તારને જુનુ જુનાગઢ તરીકે પણ ઓળખાય છે. આજ વોર્ડમાં પ્રતિષ્ઠીત જુનુ સ્વામીનારાયણ મંદીર આવેલું હોય આ મંદીરને પણ સામાન્ય જરુરીયાતો પાછળ શાસકો પુરી કરતા આવ્યા છે ત્યારે આ વોર્ડના ધર્મપ્રેમી જનતા પણ સંતુષ્ટ નજરે ચડયા હતા.
વોર્ડ નંબર-૧૦ ના ઉમેદવારની સંખ્યા:- ૭
- કોંગ્રેસ- કાંતાબેન કિશનભાઇ સોંદરવા, શીબીતાબેન આનંદભાઇ જોષી, મિહિર વિપુલભાઇ મહેતા
- ભાજપ- આરતીબેન પરેશભાઇ જોષી, કાન્તાબેન કિશનભાઇ સોંદરવા,ગીરીશકુમાર મગનલાલ કોટેચા, હિતેન્દ્ર પ્રવિણભાઇ ઉદાણી
વોર્ડ નંબર ૧૧
જુનાગઢ મનપાના વોર્ડ નં.૧૧ એટલે કે તળાવ દરવાજા અને રોયલ પાર્ક સહીત જલારામ સોસાયટીનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં આવેલ ગોકુલનગર સોસાયટીના રહીશો દ્વારા ‘બિન રાજકીય જય જાગૃતિ કેન્દ્ર’ના તુષારભાઇ સોજીત્રાના અઘ્યક્ષ સ્થાને શરુઆત કરવામાં આવી જેનું મુખ્ય લક્ષ્ય ત્યાંના રહીશોના પ્રાણ પ્રશ્ર્નોના સત્તાધારી પક્ષ સુધી પહોચાડવાની એક લડત હતી આ લડતના ભાગરુપે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષ વચન બંધ રીતે આ રહીશોને મળી અને સમજાવટ દ્વારા તેમને મતદાન કરવાની અપીલ કરવમાં આવી હતી. આ વચ્ચે આ વોર્ડમાં ભાજપના પેનલમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરુ લડતા હોય આ વિસ્તારના લોકોમાં પૂર્વ શાશકોને ભૂલી મહેન્દ્રભાઇ મશરુ પર વિશ્ર્વાસ રાખી ભાજપ તરફ મતદાન કરવાની ખેવના રાખવામાં આવી હતી.
વોર્ડ નં.૧૧ના ઉમેદવારોની સંખ્યા:- ૧૦
- ભાજપ: પલ્લવી શ્રેયસકુમાર ઠાકર, ભાવનાબેન જીતુભાઇ હિરપરા, મહેન્દ્રભાઇ મશરૂ, શશીકાંત ભીમાણી
- કોંગ્રેસ: અલ્કાબેન હરેશભાઇ બાટવીયા, આનંદભાઇ ભટ્ટ, ડીમ્પલ દેવાંગભાઇ વ્યાસ, રમેશભાઇ ડાયાલાલ કલોલા
- અપક્ષ: કિશોરભાઇ ખીમજીભાઇ ચુડાસમા, દિનેશકુમાર ડાયાભાઇ રાઠોડ
વોર્ડ નંબર ૧૨
મનપાના આ વોર્ડનો વિસ્તાર એટલે કે ટીંબાવાડી અને દિપાંજલીનો વિસ્તાર, આ વિસ્તાર પણ નવા ડેવલપમેન્ટ સાથે ઉભરી આવ્યો છે. તથા આ વિસ્તારમાં પૂર્વ શાશક પક્ષના નેતા પુનીત શર્મા અને જુનાગઢ શહેર ભાજપના મહામંત્રીના વોર્ડ હોય અહીં વિકાસ થયેલ છે. પરંતુ સામાન્ય પ્રશ્ર્નોના નિકાલ અને સામાન્ય લોકોના પ્રશ્ર્નોને સમયસર ન સંભળાતા કયાંકને કયાંક આંશિક અસંતોષ પ્રજામાં દેખાય છે ત્યારે કદાચ આ વિસ્તારમાં ભાજપને એક બેઠકનું નુકશાન થઇ શકે છે. આ વિસ્તારમાં પુનિતભાઇની આગેવાનીમાં આ વોર્ડ તમામ સુવિધાઓથી તૈયાર હોવા છતાં પણ અહીંના મતદારોના કહેવા પ્રમાણે ભાજપને એક બેઠકનું નુકશાન થાય તેવી આશંકા છે.
વોર્ડ નંબર- ૧૨ના ઉમેદવારની સંખ્યા ૧૪
- એનસીપી- દર્શનાબેન રાજદીપ કનેરીયા, નિમુબેન ધનેશભાઇ વાળા, વૈભવ વિજયભાઇ પટેલ, મયુર હરસુખભાઇ પંડયા
- કોંગ્રેસ- રસીલાબેન કાનભાઇ સોલંકી, નિર્મળાબેન જગદીશભાઇ પરમાર, વિનોદ કરશનભાઇ મહેતા, કિશોર ગોરધનભાઇ હદવાણી
- ભાજપા- અરવિંદભાઇ લીંબાધર ભલાણી, ઇલાબેન ભરતભાઇ બાલસ, પુનીતભાઇ બલબીરક્રિષ્નાબેન શર્મા, હર્ષાબેન વિનોદભાઇ ડાંગર
- અપક્ષ- કાન્તાબેન ગોરધનભાઇ દુદકીયા, કાનાભાઇ અરજણભાઇ ગોજીયા
વોર્ડ નંબર ૧૩
મનપાનો આ વિસ્તાર એટલે ટિંબાવાડી મુખ્ય ગેઈટથી લઈ આગળનો વિસ્તાર આ વિસ્તારમાં પણ સામાન્ય પ્રશ્ર્નો ઘણા ઉપસ્થિત થયેલા આ વિસ્તારનાં કાર્યક્રમ એવા પુર્વ કાર્પોરેટર ધર્મણભાઈ ડાંગરની સાચી કર્મનીષ્ઠાથી સામાન્ય પ્રશ્ર્નને હલ કરવામાં સહાયતા મળી હતી ત્યારે આ વોર્ડમાં મતદારોનો સુર ભાજપ તરફ થઈ ગયો છે અને આ વોર્ડના કોગ્રેસના મેર ઉમેદવાર કે ને સટીમ હતા તેને ભાજપ તરફી ટેકેદારી કરતા આ વાર્ડમાં ભાજપનું પલખુ ત્યારે થતુ નજરે ચડે છે.
વોર્ડ નં.૧૩ ના ઉમેદવારો -૧૦
- ભાજપ: ધરમણ રામભાઈ ડાંગર,ભાનુમતી ગોરધન ટાંક,વાલાભાઈ કચરાભાઈ આમછેડા ,શારદાબેન પ્રમોદરાય પુરોહિત
- કોંગ્રેસ: લક્ષ્મણભાઈ સાજણભાઈ રાવલીયા,સવજીભાઈ બેચરભાઈ સોલંકી
- અનેસીપી,દિવ્યાબેન કિશોરચંદ્ સાવલાણી ,રાકેશભાઈ વિનોદચંદ્ ડાભી,શીલ્પાબેન હિતેષકુમાર વ્યાસ
- અપક્ષ: રાકેશભાઈ છગનભાઈ ચાવડા
વોર્ડ નંબર ૧૪
મનપાના આ વોર્ડમાં મોતીબાગથી આગળનો ભાગ એટલે કે ભુતનાથ મંદિર, ગીરનાર, પંચશીલ અને મહાલક્ષ્મી સોસાયટીનો વિસ્તાર આ વિસ્તારની સોસાયટીમાં જીનામાં જુની સોસાયટી કહી શકીએ તો ગિરનાર, પંચશીલ અને મહાલક્ષ્મી આ ત્રણેય સોસાયટીના રહીશો એકદમ એજયુકેટેડ છે અને આ વિસ્તારનો પ્રાણપ્રશ્ર્ન એટલે ગટરની વ્યવસ્થાનો અભાવ આ પ્રશ્ર્ન માટે વારંવાર રજુઆતો છતા અહીં આ સુવિધાનો અભાવ છે ત્યારે પણ આ વોર્ડના ઉમેદવાર અને પુર્વ ભાજપના કોર્પોરેટર બાબુભાઈ રાડાના માર્ગદર્શન થી આ વોર્ડના રહીશો અને બાબુભાઈને જોઈ આ વોર્ડ પણ બાબાભાઈની અધ્યક્ષતામાં વોર્ડમાં કેસરીયો લહેરાશે તો નવાયની વાત ન કહી શકાય સાથે જ આ વોર્ડથી જ આ વખત જુનાગઢના પર્વ મેયર આપ્યા શકતી મજમુદાર પણ આ વખત ઉમેદવારી કરી રહ્યા હોય આ વોર્ડમાં કેસરીયો લહેરાવવો સરખ નજરે ચડી રહ્યો છે.
વોર્ડ નં. ૧૪ના ઉમેદવારો-૮
- કોંગ્રેસ: ગીતાબેન નવજાતભાઈ દવે, ગીરીશ લક્ષ્મણદાસ જેઠવાણી, પ્રવિણાબેન કિશોરભાઈ પાખપાણીયા, વેલાભાઈ ગાંડાભશઈ ભારાઈ
- ભાજપ: આધ્યાશકિતબેન અપુર્વભાઈ મજમુદાર, કિશોભાઈ અજવાણી કંચનબેન જાદવ ,બાબુભાઈ ભગાભાઈ રાડા
વોર્ડ નંબર ૧૫
મનપાનો આ વિસ્તાર એટલે ઈન્દીરાનગર અને બીરબાયપરા સહિતનો વિસ્તાર આ વિસ્તાર હર હમેશ કોગ્રેસને જ ટેકો જાહેર કરતો આવ્યો છે. ત્યારે આ વખતે કોગ્રેસના આગેવાન સતીષ કેપ્ટનની આગેવાનીમાં આ વોર્ડ કોગ્રેસ સર કરે તેમાં બે મત નથી પરંતુ અટકળો એવી પણ વહી રહી છેકે પુર્વ મેયર લાખાભાઈ પરમાર આ વોર્ડમાંથી અપત ઉમેદવારી કરી રહ્યા હોય ત્યારે એમ પણ કહી શકાય કે કોગ્રેસને ફાળે એક સીટ તુટી શકે તેવા એંધાણ પણ છે.
વોર્ડ નં. ૧૫ના ઉમેદવારો-૧૦
- બી.એસ.પી: જીવાભાઈ રૂજસીભાઈ સોલંકી,ડાયાભાઈ જગાભાઈ કટારા,બ્રિજ્રેશ રમેશભાઈ ધુધલ,મધુબેન મસરીભાઈ ઓકેદરા
- કોગ્રેસ:કારાભાઈ સાજણભાઈ રાણવા,ગીતાબેન રાજેશભાઈ સોલંકી ,મડમીબેન અરજણભાઈ કારાવદરા,સતિષ રમેશભાઈ વિરડા
- અપક્ષ :લાખાભાઈ વાસ્તાભાઈ પરમાર, વંદનાબેન જીતેન્દ્રભાઈ લાખાડમી