ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે વર્તમાન સતાધારી ભાજપી આગેવાનોની ખરડાયેલી છાપ બાદ ભાજપનો સ્વચ્છ, પ્રમાણિક અને નિર્વિવાદીત આગેવાનોની આગેવાનીમાં ચૂંટણી લડવાનો નિર્ણય
જૂનાગઢ મહાનગપાલીકાની ચૂંટણી આગામી તા. ૨૧ જુલાઈના રોજ યોજાનારી છે. ત્યારે વર્તમાન સતાધારી ભાજપનીસ્થિતિ નબળી મનાઈ રહી છે. જેથી ભાજપે આ ચૂંટણીમાં સ્વચ્છ પ્રમાણીક અને નિર્વિવાદની છાપ ધરાવતા વિવિધ સમાજના આગેવાનોને ટીકીટ આપવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં શહેર ભાજપના આગેવાનોએ ૩૨૩ દાવેદારોની યાદી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરી હતી જેમાં મોટાભાગના ખરડાયેલા અને વિવાદી દાવેદારો હોય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બધા આગેવાનોને ખખડાવીને યોગ્ય દાવેદારોની નવી યાદી તૈયાર કરવા જણાવ્યું હતુ આ બધા વિવાદો વચ્ચે ઓબીસી સમાજના નિર્વિવાદીત આગેવાન ધીરૂભાઈ ગોહેલની આગેવાનીમાં લડવાનો નિર્ણય કરાયો છે.જેથી આ ચૂંટણીમાં ભાજપ વિજય મેળવશે તો ધીરૂભાઈ ગોહેલ મેયરપદના મુખ્ય દાવેદાર હશે તેવું ભાજપ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
જૂનાગઢ મહા નગરપાલિકા ચુટણી માટે ભાજપની પાર્લામેંન્ટ્રી બોર્ડ ની બેઠક ગઇકાલે ગાંધીનગર ખાતે મળી હતી જેમાં જૂનાગઢનાં વર્તમાન પદાધિકારી ઓને બોલાવી હાલની પરિસ્થિતિ અંગે વિચાર વિમર્શ હાથ ધરાયો હતો આ ચર્ચા દરમ્યાન પાચેક જેટલા વોર્ડની ચર્ચા બાદ મુખ્યમંત્રી પરીસ્થીતીનો તાગ મેળવી અકળાયા હતા તેમજ પદાધિકારી ઓને રીતસર ખખડાવ્યા હતા તેમજ આગામી ૨૯ મી જુને તૈયારી સાથે ફરી આવવા જણાવ્યું હતું.
આ અંગે આધાર ભુત સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા ની ચૂંટણી ના સંભવિત ઉમેદવારોના નામ નક્કી કરવાને લઈ ગાંધીનગર ખાતે મળેલી ભાજપની પાર્લામેંન્ટ્રી બોર્ડ ની બેઠકમા રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રુપાણીએ જુનાગઢ ભાજપનાં શાસકોને છાપરે ચડેલ ભ્રષ્ટાચાર અને જુથ વાદ ને રીતસર ના ખખડાવી નાખ્યા હતા. જુનાગઢના ભાજપના શાસકોથી સ્થાનિક લોકોથી લઇને રાજ્યના મુખ્યમંત્રી સુધીનામા નારાજગી વર્તાઈ રહી છે બેઠકમાં ઉપસ્થિત પદાધિકારી ઓને તમારા કારણે પક્ષને બહુ બદનામી વેઠવી પડી છે તેવુ મોઢા મોઢ પરખાવતા ઉપસ્થિત પદાધિકારી ઓના મોઢા પડી ગયા હતા. જૂનાગઢ પરીસ્થીતીથી ચીંતીત્ મવડી મંડળે ડેમેજ કંટ્રોલ માટે સિનીયર આગેવાનોને મેદાનમાં ઉતારવા સુચન કર્યું છે સાથે જૂનાગઢ ના પદાધિકારી ઓને ફરી ૨૯ જુને મળનાર પાર્લામેંન્ટ્રી બોર્ડ ની બેઠક માં ઉપસ્થિત રહેવા આદેશો જારી કરાયા હતા.
આ બધી રાજકીય ગતિવિધિઓ વચ્ચે ભાજપે તટસ્થ અને પ્રમાણીક લોકસેવકોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરીને પાર્ટીના નિરીક્ષકોને ઉદ્યોગપતિ, ડોકટર, વકીલ સી.એ. વગેરે જેવા પ્રતિષ્ઠિત વ્યકિતઓને ટીકીટ આપવાનો નિર્ણય કર્યો છે. જેથી ગત ચૂંટણીમાં ભાજપમાંથી જીતેલા ૫૦ ટકા કોર્પોરેટરોની ટીકીટ આ વખ્તે કપાઈ જાય તેવી સંભાવન સેવાઈ રહી છે.
થોડા સમય પહેલા કોળી સમાજના કોઈ સ્વચ્છ પ્રતિભા ધરાવતા આગેવાનની આગળ કરીને ભાજપે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તાજેતરમાં થયેલા ભ્રષ્ટાચારની ફરિયાદો અને આંતરીક વિખવાદો બાદ ભાજપે હાઈકમાન્ડ ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજના વરિષ્ટ આગેવાન ધીરૂભાઈ ગોહેલની આગેવાનીમાં ચૂંટણી લડવા મન મનાવ્યું હોવાનું જાણવા મળે છે. છેલ્લા ૪૦ વર્ષથી જાહેર જીવનમાં સક્રિય ધીરૂભાઈ સ્વચ્છ અને પ્રમાણીક અને તટસ્થ આગેવાનની છાપ ધરાવે છે.
બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા ધીરૂભાઈ ગોહેલ લાંબા સમયથી ભાજપમાં સક્રિય હોવા છતા કદી કોઈ હોદાની માંગ કરી નથી તેઓ કોઈ પણ હોદાની અપેક્ષા રાખ્યા વગર સતત સમાજ સેવા કરતા રહ્યા છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર બોર્ડમાં ટ્રસ્ટી તરીકે નિ:સ્વાર્થભાવે સેવા આપનારા ધીરૂભાઈ ગોહેલ ધર્મસેવા કરતા આવ્યા છે. જૂનાગઢ બિલ્ડર એસો.ના ચેરમેન અને જૂનાગઢ પ્રજાપતિ સંઘના પ્રમુખ તરીકે તેઓ લાંબા સમયથી સેવાઓ આપી રહ્યા છે.
જૂનાગઢ મહાનગરપાલીકાની ગત ચૂંટણી વખતે તાત્કાલીન પ્રદેશ મહામંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમણે મેયર પદ આપવાની સામેથી ઓફર કરી હતી પરંતુ હોદા કરતા સમાજ સેવા કરવાની વધારે અપેક્ષા રાખતા ધીરૂભાઈએ ઈન્કાર કરી દીધો હતો. ધીરૂભાઈ બોલવામાં ઓછુ માનતા હોય તેઓ કદી કોઈ વિવાદમાં સપડાયા નથી જેથી ધીરૂભાઈ ભાજપના તમામ વયના આગેવાનો, કાર્યકરોમાં સર્વંસંમત આગેવાન તરીકે ઉતરી આવ્યા છે.
જૂનાગઢ શહેર ભાજપના વરિષ્ટ આગેવાન જેઠાભાઈ પાનેરાએ પણ એક મુલાકાતમાં ધીરૂભાઈ ગોહેલની આગેવાનીમાં ચૂંટણી લડાઈતો ભાજપ ફરીથી સત્તા મેળવી શકે તેમ જણાવ્યું હતુ ધીરૂભાઈની આગવી લોકચાહના પાર્ટી પ્રત્યેની વફાદારી તથા નિર્વિવાદ વ્યકિતત્વને ધ્યાનમાં રાખીને ભાજપે આ ચૂંટણી તેમની આગેવાનીમાં લડવાનોનિર્ણય કર્યો હોવાનું તથા ભાજપ સત્તા પર આવે તો તેઓનું મેયરપદના નિશ્ર્ચિત હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.