મંદીરના મહંત બુલડોઝર આડા ઉભા રહી ગયા ભારે માથાકુટ બાદ અંતે દબાણ હટાવ કામગીરી મોકુફ
જુનાગઢમાં એક ધાર્મીક જગ્યા ઉપર મનપા દ્વારા દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવતા મંદીરના મહંત સહીત ભકતોજનોમાં કચવાટ ઉદભવતા મામલો બીચકયો હતો અને મનપાના ઉચ્ચ અધિકારીઓ અને મંદીરના મહંત તથા ભકતજનો વચ્ચે સજાયેલ આ ચકમક બાદ અંતે મનપાએ હાલ પુરતો દબાણ હટાવવાનું મુલત્વી રાખ્યું હતું. પરંત મંદીરની એક દિવાલનો ભાગ તોડી પાડતા આ બાબતે વિવિધ સંસ્થાઓ દ્વારા કલેકટરનેએક આવેદનપત્ર પાઠવવામાં આવશે.
રાજકોટ રોડ ઉપર દોલતપરા જીઆઇડીસી ૧ પાસે આવેલ રોકડીયા હનુમાન ખાતે મનપાની દબાણ શાખા મનપાના કમીશ્નરની સુચનાથી મંદીરની આગળની દીવાલ અને છાપરુ તોડવા માટે જેસીબી સહીત આવેલા હતા. ત્યારે ઉપસ્થિત આ મંદીરના મહંત અને ભારતીય સાધુ સમાજના પ્રવકતા શ્રી મહંત હરીદાસજી ગુરુ રાધવદાસજીએ તેમને સૃમજાવા જતા મામલો બીચકયો હતો અને મનપાના અધિકારીઓ દ્વારા દબાણ હટાવાની કામગીરી હાથ ધરતા દિવાલનો એક ભાગ તોડી પડયો હતો
ત્યારે શ્રી મહંત હરીદાસજી વચ્ચે ઉભા રહી જતાં ડીમોલેશન અટકાવાયું હતું અને ત્યાં સુધીમાં તો મનપાના ડે. કમીશ્નર નંદાણીયા, આસી. કમીશ્નર જયેશ વાજા, દબાણ શાખાના અધિકારીઓ આવી પહોચ્યા હતા અને પોલીસ તંત્રના ધાડા ઉતરી પડયા હતા.
ડીમોલેશન કરવા મનપાના અધિકારીઓ મકકમ હતાં ત્યારે સામા પક્ષે મંદીરના મહંત અને ભકતજનો પણ ડીમોલેશન સામે વિરોધ નોંધવી બેઠા હતા. એક તકે જુનાગઢ બી ડીવી.ના પી.આઇ ગામેતીને પણ તાબડતોડ બનાવના સ્થળે આવવું પડયું હતું. પરંતુ બાદમાં વોર્ડ નં.૧ ના કોર્પોરેટરર ભુપતભાઇ શેઠીયા એડવોકેટ જયદેવ જોશી, પૂર્વ કોર્પોરેટર નરેન્દ્રભાઇ સહીતના ભકતજનો સાથે ચાર કલાકની કડાહડ બાદ મનપા દ્વારા ડીમોલેશન રોકવામાં આવ્યું હતું.
મનપાની આ કામગીરી સામે રોકડીયા હનુમાનના મહંત શ્રી હરીદાસજી એ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મનપાને આ એક જ જગ્યા સામે આવી છે શહેરના હજારો જગ્યાએ દબાણ થયા છે ત્યારે મનપા વર્ષો જુની ધાર્મીક જગ્યા ઉપર આતંકવાદીની જેમ વર્તન કરી તે યોગ્ય નથી અને આની સામે વિરોધ નોંધાવીશું અને આવતીકાલે જીલ્લા કલેકટરને મનપા સામે રોષ વ્યકત કરી વિવિધ સંગઠનો દ્વારા આવેદન પત્ર પણ પાઠવશું.
હાલમાં આ હાઇ વોલ્ટેજ કામાનો અંત આવ્યો છે. હિન્દુ સંગઠનો સાથે મંદીરના મહંત આવેદનપત્ર પાઠવવાના છે.