બહુમતીના જોરે ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતાની નિમણુંક: પ્રોપર્ટી ટેક્ષમાં વધારો સુચવાયો

એક તરફ પ્રજા પર કર બોજ અને બીજી તરફ મેયર, કમિશ્નર અને ચેરમેનનાં કાર્યાલયો પાછળ કરોડોનો ધુમાડો

જૂનાગઢ મનપા ખાતે ગઈકાલે જનરલ બોર્ડ મળેલુ જેમાં ડે. મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષના નેતા તરીકે ભાજપ મવડી મંડળે જૂના શહેરાઓ નેજ યથાવત રાખ્યા હતા બોર્ડ દરમિયાન મતદાનમાં રાબેતા મુજબ ના હોદેદારો કોંગ્રેસના ૧૩ સામે ભાજપના ૩૫ જયારે સ્ટેન્ડીંગ ચેરમેન માટે કોંગ્રેસના ૧૩ સામે ભાજપના ૩૯ મતો પડયા હતા. બહુમતીના જોરે સ્ટેન્ડીંગ ચેરમેન શાસક પક્ષના નેતા અને ડે. મેયર ની નિમણુંક થઈ હતી ડે. મેયર બનતા ગીરીશ કોટેચા, ડે. મેયરની ખુરશી પર અગાઉના સાડા આઠ વર્ષ થી યથાવત રહી ચૂકયા છે. અને ફરી અઢી વર્ષની મુદત મળતા તેમનું સ્થાન યથાવત રહેવા પામ્યું છે. આ ઉપરાંત મનપા ખાતે ગઈકાલે કમિશ્નર પ્રકાશ સોલંકીએ સ્ટેન્ડિંગ કમીટીને ૩૨.૭૦ લાખની પુરાંત વાળુ ૨૯૧ કરોડનું બજેટ સુચવ્યું હતુ જેમાં પણ પ્રજાના માથે વધારાના રૂ.૪.૫૦ કરોડના કર બોજનો ઢગલો કરી ખોટા ખર્ચાઓની ભરમાર સુચવાઈ હતી.

આ અંગે વિસ્તૃતા અહેવાલ અનુસાર ગઈકાલે મનપા ખાતે સવારના સુમારે ડે. મેયર સ્ટે. ચેરમેન શાસક પક્ષના નેતાની મુદત પુરી થતી હોય તેની વરણી માટે જનરલ બોર્ડ મળ્યું હતુ પરંતુ ફકત આ જનરલ બોર્ડ ઓપચારીકતા હોય નેતાઓ પહેલોથી જ નકકી હોય ઉપરનાં આદેશ મુજબ રીપીટ થીયરીથી જુના ચહેરાઓને જેતે જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા હતા. આગામી લોકસભા અને મનપા માટે ચૂંટણી લક્ષી કોઈ ફેરફારો જોવા મળ્યા નહતા નવા નિમાયેલા હોદેદારોએ મોં ફાટ વિકાસના જાત વખાણ કર્યા હતા. હાસ્યાસ્પદ કાર્યક્રમ રાજકીય સુત્રોએ ગણાવ્યો હતો. બપોરે ૧.૧૫ના સુમારે કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ૨૯૧ કરોડનું આગામી ૨૦૧૯.૨૦નું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતુ બજેટનું કદ ૨.૯૧.૩૮ માટે રૂપીયાનું રાખવામાં આવ્યું છે.

જોકે બજેટમાં વિકાસ્ને લગતા કોઈપણ નવા પ્રોજેકટને સ્થાન અપાયુ નથી જે પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા છે. જે જૂનાછે. પાણીવેરામાં બમણા કરતા વધુનો વધારો ઝીકાયો છે.મકાન વેરામાં પણ વધારોકરાયો છે. ખૂલ્લાપ્લોટ પર પ્રતિ ચો.મી. રૂ.૩ ના બદલે ૫ વસુલવા ભલામણ કરવામાં આવી છે. આમા જૂનાગઢ વાસીઓને ૪.૫ કરોડનો વધારાનો કરબોજ લાદવામાં આવ્યો છે. સ્થાઈ સમિતિ બજેટનો અભિયાસ કર્યા બાદ મંજૂર કરી જનરલબોર્ડ સમક્ષ રજૂ કરશે.

એક તરફ પ્રજા પર બોજ લાદવામાં આવે છે. તો બીજીતરફ ભાડાનાવાહનો પાછળ ૨૫ લાખનું આંધણ કરાયું છે. કમિશ્નર કાર્યાલય માટે ૫૦ હજાર મેયર કાર્યલય પાછળ ૨ લાખ ચેરમેનના કાર્યાલય પાછળ ૧, પેટા સમિતિના ચેરમેન પાછળ ૫૦હજાર, કોર્પોરેટરના માનદ વેતન માટે ૭૩ લાખ જેવો ખર્ચ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.