58 ટકાથી વધુ લોકોને વેકિસનનો બીજો ડોઝ પણ આપી દેવાયો: રવિ ડેડાણીયા

જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ કોરોના ફર્સ્ટ ડોઝની કામગીરી માત્ર 269 દિવસમાં પૂર્ણ કરી દીધેલ છે, અને મહાનગરમાં કોરોના ફર્સ્ટ ડોઝની કામગીરી 100 % થઈ ગઈ છે. મનપાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાના જણાવ્યા અનુસાર, કોરોનાની મહામારી સામે લડવા માટે વેક્સિનની કામગીરી વધારવા કમિશનર રાજેશ તન્ના એ આપેલ સૂચના અનુસાર મનપા.ના  150 થી વધુ સ્ટાફે વેક્સિનેશન વધારવા માટે ભારે ઝુંબેશ ઉપાડી હતી. આ માટે સરેરાશ દરરોજના 12 થી વધુ કેમ્પ કરતા હતા.

મજૂર વર્ગના લોકો દિવસે વ્યક્તિ માટે આવી શકે તેમ ન હોય તેથી રાત્રે પણ કેમ શરૂ કર્યા હતા. જેના ફળ સ્વરૂપ 269 દિવસમાં જૂનાગઢ શહેરમાં કોરોના વ્યક્તિના ફર્સ્ટ ડોઝની સો ટકા કામગીરી પૂર્ણ કરી છે.

ડો. રવિ ડેડાણીયાના વધુમાં જણાવ્યા અનુસાર, ગત 16 જાન્યુઆરીથીી કોરોના વેક્સિન ની કામગીરી શરૂ કરી હતી અને 11 ઓક્ટોબર સુધીમાં સો  ટકા કામગીરી પૂર્ણ કરી છે. જ્યારે બીજા ડોઝની કામગીરી પણ 58 ટકા સુધી પહોંચાડી દીધી છે અને કોરોના સામે જંગ જીતવા માટે વેક્સિનની કામગીરી ઝડપભેર હાથ ધરાઇ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.