છાવણી હટાવવાની નોટિસ બાદ હળવા લાઠીચાર્જમાં સફાઈ કામદાર પુજાપનના પ્રમુખ ઘાયલ થયા

જૂનાગઢ મનપાના કર્મીઓ છેલ્લા ચાર દિવસી સાતમાં પગારપંચની માંગને લઈને હડતાલ ઉપર બેસી ગયા હતા. મનપાની અલગ અલગ શાખાના ૯૫૦ જેટલા કર્મચારીઓએ પોતાનું કામ છોડી દેતા શહેરમાં લાઈટ, પાણી અને સફાઈ વ્યવસ સહિતના કામો રીતસર રઝળ પડયા હતા.

મનપા તંત્ર અને કર્મચારીઓ વચ્ચે સાતમાં પગારપંચને મુદ્દે પડેલી મડાગાંઠ ઉકેલવા અનેક તર્ક વાળી ચર્ચાઓ રાજકીય વર્તુળો તેમજ બૌધીક વર્તુળોમાં ચાલી રહી છે. સાતમાં પગારપંચની અલમવારીી મનપાના બજેટ પર જેમ ભારણ વધે છે તેવી જ રીતે અમુક જગ્યાએ કરકસરવાળા પગલા લેવાી જે ભારણ વધે છે તેના કરતા બમણાથી પણ વધુ આવક થવાની શકયતા વધી જાય છે.આ અંગે વધુ વિગત અનુસાર જૂનાગઢ મનપાના ૯૫૦ કર્મીઓ ગત મંગળવાર સાંજી હડતાલ પર જવાની જાહેરાત અને દરેક કર્મચારીઓએ પોતાના કામ બંધ રાખવાની જાહેરાત બાદ મનપાના કામકાજમાં એક તબક્કે ડામાડોળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મંગળવાર સાંજી અનિશ્રીત મુદતની હડતાલ પર ઉતર્યા છે. કોર્પોરેશનના ગેઈય પાસે જ છાવણી નાખી આંદોલન કરી રહેલા કર્મીઓને શુક્રવારે છાવણી હટાવવાની ફરજ પડી હતી. આ અંગે આંદોલન પર બેઠેલા કર્મીઓએ જણાવ્યું હતું કે બે દિવસ બાદ શુક્રવારે પોલીસના ધાડેધાડા ઉતરી આવ્યા હતા. બાદમાં કમિશનરના ઈશારે પોલીસે છાવણી હટાવવા દબાણ કર્યું હતું. જેને લઈને વાતાવરણ વધુ ઉગ્ર બની ગયું હતું.

આ દરમિયાન સફાઈ કામદાર મંડળના પ્રમુખ જે.ડી.ચુડાસમા બેભાન બની જતા ૧૦૮ બોલાવવામાં આવી હતી અને તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં ભારે સૂત્રોચ્ચાર સાથે કર્મીઓ કોર્પોરેશન ગેઈટના રસ્તામાં બેસી ગયા હતા જેને કારણે ટ્રાફિકજામ થયો હતો અને સમયે મેયરની ગાડી પણ માંડ માંડ નીકળી શકી હતી. આખરે છાવણી હટાવવાનો નિર્ણય તથા તમામ કર્મીઓ રોષભેર ત્યાંથી ચાલીને કાળવા ચોકમાં પહોંચ્યા હતા જયાં છાવણી નાખી લડત જારી રાખી છે.

કર્મચારીઓએ કાળવા ચોક તરફ આવતી વખતે પણ રોષ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત મનપા તંત્રે હડતાલમાં જોડાયેલા કર્મચારીઓનો પગાર કાપી લેવા નોટીસ ફટકારી હોવાનું કર્મચારીઓમાંથી જાણવા મળ્યું હતું. પુજાપનના પ્રમુખ દ્વારા પોલીસે બળપ્રયોગ કમિશનરના કહેવાી કર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. લોધીકામાં થતી ચર્ચાઓ મુજબ જૂનાગઢ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતી પહેલાથી જ ડામાડોળ છે. સાતમુ પગારપંચ લાગુ પાડવાી કોર્પોરેશન પર સાત કરોડના ખર્ચનું ભારણ વધે છે તો તેની સામે પ્રોપર્ટીની નવી સાકરણીમાં હાઉસ ટેકસમાં એલઈડીના કારણે લાઈટોના મેનટેનન્સમાં જૂના હાઉસ ટેકસની ઉઘરાણીમાં, હાઉસ ટેકસમાં અપાતી રાહતમાં, નવા વાહન ખરીદી નવા વ્યવસાય વેરાની નવી આકરણીી આઉટ સોર્સીંગના કર્મીઓ, ભૂતીયા નળ કનેકશનો જેવા અનેક મુદ્દાઓ પર કમર કસવામાં આવે તો સાત કરોડના ભારણ સામે બમણાી પણ વધારે આવક મનપા મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.