મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરનારાઓ સામે ખોટી ફરીયાદ કરી દબાવવાનો પ્રયાસ કરનાર વિજય ઢાલાણીને સસ્પેન્ડ કરવાની માંગ
જુનાગઢ મહાનગરપાલિકાએ કમિશ્નર રાજપુતના સમયમાં ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોનો સામનો કર્યો હતો. સીલસીલા બઘ્ધ કૌભાંડો પ્રકાશમાં આવતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરનાર તેમજ આધાર પુરાવાઓ સાથે ભ્રષ્ટાચારને ઉજાગર કરનારાની અવાજને દબાવી દેવા મનપાના ઉચ્ચ અધિકારીઓએ નાના કર્મચારીઓને હાથો બનાવી જે તે સમયે ખોટી ફરીયાદો કરી ભારતીય દંડ સહીતાની વિવિધ કલમો અન્વયે આ અવાજ ઉપાડનારાઓમાં એક દિલીપસિંહ સોલંકી સામે ફરીયાદ દાખલ કરાવે જેમાં દિલીપસિંહ સોલંકીએ ગત તા. ૩૦-૯ ના મનપાના કર્મચારી વિજય ઢાલાણી હાથો બની ખોટી ફરીયાદ કરી હોય અને આ ફરીયાદ કરવામાં મનપાના નાણાનો ખોટો વ્યય થયેલ હોય તેમની સામે પગલા લેવા કમિ. તેમજ આસિ. કમિશ્નરને નોટીસ ફટકારી હતી.
આ અંગે વિસ્તૃત વિગત અનુસાર કમિશ્નર રાજપુતના સમયમાં સીલ સીલા બઘ્ધ કૌભાંડો ખુલતા હતા ત્યારે ચોકકસ વૃતિના કારણે અવાજ ઉપાડનારાઓ સામે ખોટી ફરીયાદો કરી તેઓનો અવાજ દબાવવા પ્રયત્નો થઇ રહ્યો હોવાની ચર્ચા આ કૌભાંડોની ચર્ચાની સાથો સાથ ચાલતી હતી દરમિયાન કમિશ્નરના ઇશારે હાથો બની મનપાના અન્ય કર્મચારીઓ દ્વારા મનપા ને બદનામ કરવા માટે આ થઇ રહ્યું હોવાની ફરીયાદો હતી.
જેમાં વર્તમાન હેમકમ શાખાના કર્મચારી વિજય યુ. ઢાલાણીએ દિલીપસિંહ સોલંકી સામે મનપાને ખોટી રીતે બદનામ તેમજ અધિકારીઓને પુરી માહીતી ન આપતા હોવાની ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અન્વયે ફરીયાદ દાખલ કરાવતાં ગત તા. ૩૦ સપ્ટેમ્બર ના દિલીપસિંહ સોલંકીએ આ ખોટી ફરીયાદ હોય તેવું મનપાના કમિશ્નર તેમજ આસી. કમિશ્નરને જણાવી આ વ્યકિત મનપાના નાણાનો લીગલ પ્રોસેસમાં દુરપયોગ થતો હોવાની તેમજ ખોટી રીતે હાથો બની ખોટી ફરીયાદો દાખલ કરવા સબબ તેમને સસ્પેન્ડ કરી તેમના હકિકત અટકાવવા કમિશ્નર તેમજ આસી. કમીશ્નરને લેખતીમાં જણાવ્યું હતું.