જૂનાગઢ મહાનગરપાલિકા ચુટણીની તૈયારી અંતીમ તબક્કો ચાલી રહ્યો છે ભાજપ,કોંગ્રેસ,બ.સ.પા.,એન.સી.પી. અપક્ષ સહિતના 288 ફોર્મ ભરાયા હતા જેમાં ગયકાલે ફોર્મ ચકાસણી નો દિવસ હોય કુલ 288 આવેલા ફોર્મ માંથી 175 ફોર્મ માન્ય રાખી 113 ફોર્મ રદ્ કરવામા આવ્યા છે તેમજ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતીમ દિવસ હોય સાંજે ચિત્ર સ્પષ્ટ થશે.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ મહા નગરપાલિકાની ચૂંટણીની તૈયારી અંતીમ તબક્કા તરફ આગળ વધી રહી છે આજે સાંજ સુધી ૧ થી લય 15 વોર્ડ સુધીનું ચીત્ર સ્પષ્ટ થસે ગયકાલે ફોર્મ ચકાસણી કરાતા કુલ આવેલા 288 ઉમેદવારી ફોર્મ માંથી 175 ફોર્મ માન્ય રાખી 113 ફોર્મ ને રદ્ કરવામાં આવ્યા હતા જેમાં બી.જે.પી.નું 1.કોંગ્રેસ ના 2.અને બ.સ.પા.ના 14 ફોર્મ ચકાસણી દરમિયાન રદ્ થવા પામ્યા હતા રદ્ થયેલા ફોર્મ માં બે થી વધુ બાળકો હોવાના કારણે પાર્ટી એ અણીના સમયે મેંન્ડેડ ન આપવાના કારણે તેમજ ડમી ઉમેદવાર હોવાના કારણે રદ્ કરાયા હોવાનું ચુટણી અધીકારી દ્વારા જણાવાયુ હતુ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતીમ દિવસ હોય સાંજ સુધીમાં ચીત્ર સ્પષ્ટ થસે જોકે 1 થી લઈને 15 વોર્ડ માં આ વખતની ચૂંટણીમાં ત્રીપાખીયો જંગ રહેશે તેવું રાજકીય સુત્રો અનુમાન લગાવી રહ્યુ છે.
આ વખતે કોંગ્રેસ માં સ્થાનિક જુથવાદ અણીના વખતેજ ઉભરાઈ રહ્યો છે જેથી કોંગ્રેસ ના જૂનાગઢ મહા નગરપાલિકા માં અસ્તિત્વ ઉપર જોખમ ઉભુ થવા પામ્યુ છે જ્યારે ભાજપે પક્ષના નૈતિક મુલ્યોને નેવે મૂકી ઉમેદવારોની પસંદગી કરી હોવાની સાથે એન.સી.પી. પોતાનું અસ્તિત્વ જમાવી શકે તેવું રાજકીય સુત્રો જણાવી રહ્યા છે કોંગ્રેસના પુર્વ મેયર લાખાભાય પરમારે જણાવ્યું હતું કે પક્ષના નીરીક્ષકો એ સ્વાભાવિક સિનીયર નેતાઓની સતત્ અવગણના કરી છે ધારાસભ્ય કક્ષાના નેતાઓના સુચનો માન્ય રાખવામાં આવ્યા નથી ઉપલા લેવલેથીજ કોંગ્રેસને હરાવવા વ્યવસ્થા થય હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા.